જામનગર :છત્રપતિ શિવાજી મહારાજ જન્મ જયંતી નિમિત્તે “છાવા” ફિલ્મ બતાવશે

છત્રપતિ શિવાજી મહારાજ જન્મ જયંતી નિમિત્તે “છાવા” ફિલ્મ જામનગરમાં નિશુલ્ક દેખાડવાની જાહેરાત કરતી હિન્દુ સેના
જામનગરમાં હિન્દુ સેના દ્વારા તારીખ 19 ફેબ્રુઆરી 2025 ના રોજ છત્રપતિ શિવાજી મહારાજ જન્મ જયંતી નિમિત્તે હિન્દુ સેનાના જવાબદાર હોદ્દેદારો દ્વારા એકત્રિત થઈ છત્રપતિ શિવાજી મહારાજને યાદ કરી તેમના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજે સનાતન હિંદુ ધર્મ માટે લડતા લડતા પોતાનું જીવન બલિદાન કરી દીધું પરંતુ ઇસ્લામને કબૂલ ન કર્યું તેને લઈ દેશમાં છત્રપતિ સંભાજી મહારાજની ફિલ્મ “છાવા” દર્શાવાઈ રહી છે, ત્યારે આજે છત્રપતિ શિવાજી જન્મ જયંતી નિમિત્તે હિંદુ સેનાએ પણ સંકલ્પ લીધો અને આજની યુવા પેઢીઓને છત્રપતિ શિવાજી મહારાજ ના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજના બલિદાનથી પ્રેરણા મળે અને યુવા ધનમાં જોશ જુસ્સો જળવાઈ રહે તે માટે તારીખ 24 ફેબ્રુઆરી 2025 ના સોમવારે સાંજે છ વાગ્યાના શોમાં હિન્દુ સેના તરફથી નિશુલ્ક ફિલ્મ બતાવવામાં આવશે જેમાં હિન્દુ સેનાના સૈનિકો સહિત હિન્દુ યુવાનો જોડાઈ શકે છે આ ફિલ્મ જોવા માટે શનિવાર સવારે 10.00 થી બપોરે 2.00 દરમિયાન ફોન નં. 9327668675,
8238545303 પર સંપર્ક કરી, આધારકાર્ડ, પાનકાર્ડ, લાઇસન્સ, જેવા ફોટો આઈડી પ્રૂફ સાથે રજીસ્ટ્રેશન કરાવું ફરજીયાત છે. વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન થશે. જેમનું રજીસ્ટ્રેશન થયેલ નહિ હોય તેમનો પ્રવેશ રહેશે નહિ, આ શો ફક્ત હિન્દુ યુવાવર્ગ જેમની ઉંમર 14 થી ઉપર હસે તેમના માટેજ રહેશે હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતીક ભટ્ટે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિતે છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ શંભાજી મહારાજની ફિલ્મ છાવા ને નિશુલ્ક બતાવવાની જાહેરાત કરી છે
પ્રતીક ભટ્ટ
હિન્દુ સેના ગુજરાત અધાયક
મો. 9898023007
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300