રાધનપુરની રેફરલ હોસ્પિટલની લાલિયાવાડી આવી સામે..

રાધનપુરની રેફરલ હોસ્પિટલની લાલિયાવાડી આવી સામે..
મહિલા દર્દીઓએ આરોગ્ય વિભાગ અને રાધનપુર મામલતદાર કચેરીમા રજુઆત કરી.
રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દર્દીઓને ઓપરેશન માટે આપેલી તારીખે ડોક્ટર હાજર ના રહેતા દર્દીઓ રઝડી પડ્યા..
મહિલા દર્દીને ગર્ભાશયની કોથળીના ઓપરેશન માટે આપવામાં આવેલ તારીખે ડોક્ટર હાજર ન રહેતા દર્દીને રાઝડવું પડ્યું, દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો..
પાટણ જીલ્લાના રાધનપુર ખાતે સરકારશ્રી દ્વારા સરકારી રેફરલ હોસ્પિટલ કરોડોના ખર્ચે બની છે જેમાં લાખો રૂપિયાના સાધનો વસાવ્યા છે.છતાં દર્દીઓની દવા કરવામાં નહીં આવતા અને ડોક્ટરોની બેદરકારી આ હોસ્પિટલમાં અનેકવાર સામે આવી છે. ત્યારે રાધનપુરની સરકારી રેફરલ હોસ્પિટલમાં પોતાની મનમાની ચાલવતા અને વારંવાર દર્દીઓને હેરાન કરતા આ તબીબો પર અંકુશ ક્યારે.! આ તબીબો પર કાર્યવાહી ક્યારે જે સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દર્દીઓને ઓપરેશન માટે આપેલી તારીખે ડોક્ટર હાજર ના રહેતા દર્દીઓ રખડી પડ્યા હોવાની ઘટના સામે આવી છે.જેમાં મહિલા દર્દીઓએ આરોગ્ય વિભાગ અને રાધનપુર મામલતદાર કચેરીમા રજુઆત પણ કરીછે.મહત્વનું છે કે રાધનપુરની સરકારી રેફરલ હોસ્પિટલમાં પોતાની મનમાની ચલાવતા ડોક્ટરો ને કારણે દર્દીને ઓપરેશનની તારીખે ડોક્ટર હાજર ન રહેતા દર્દીઓ રઝડી પડ્યા હતા. અને આખો દિવસ હેરાન પરેશાન થયાં હતા ત્યારે આ ઘટના ને પગલે આખરે દર્દીઓ મામલતદાર કચેરી સુધી રજુઆત કરવા પણ પહોંચ્યા હતા.
રાધનપુરમાં સરકારી રેફરલ હોસ્પિટલમાં લાલિયાવાડી:-
રાધનપુર ખાતે સરકારી રેફરલ હોસ્પિટલમાં લાલિયાવાડી ચાલતી હોવાની ઘટના સામે આવી છે.હોસ્પિટલમાં બેદરકારી અને ડોક્ટરોની ગેરવર્તણુક આમ તો ઘણીવાર જોવા મળતા રેફરલ હોસ્પિટલ ચર્ચામાં આવી છે. ત્યારે ફરી વધુ એકવાર રાધનપુર રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને ઓપરેશન માટે આપેલી તારીખે ડોક્ટર હાજર ના રહેતા દર્દીઓ રઝડી પડ્યા હતા.આ મામલે મહિલા દર્દીઓએ આરોગ્ય વિભાગ સહીત રાધનપુર મામલતદાર કચેરીમા રજુઆત પણ કરી છે.
રેફરલ હોસ્પિટલ ખાતે જવાબદાર ડોક્ટર ગાયનેકમાં હાજર નહીં રહેતા દર્દીઓ પરેશાન બન્યા હતા .તેમજ સરકારી રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને ઑપરેશન ની તારીખ આપી તબીબો હાજર ન રહેતા દર્દીઓ રઝડી પડ્યા હોવાની ઘટના બનતા લોકોમાં પણ ભારે રોષ ફેલાયો છે.
ઓપરેશનની તારીખ આપી ડોક્ટર હોસ્પિટલમા હાજર ન રહેતા દર્દીઓ રઝડી પડ્યા:-
રાધનપુર રેફરલ હોસ્પિટલમાં દર્દીને ઓપરેશન ની તારીખ આપી ડોક્ટર હોસ્પિટલમા હાજર ન રહેતા દર્દીઓ રઝડી પડ્યા હતા. મહત્વનું છે કે ગ્રામ્ય વિસ્તારોમાંથી દૂર દૂરથી ગરીબ લોકો, મધ્યમ વર્ગીય લોકો હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હોય છે. પરંતુ રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ડોક્ટરો પોતાની મનમાની ચલાવી રહ્યા હોવાના દર્દીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. કારણ કે ઓપરેશન ની તારીખ ડોક્ટરે આપી ત્યારે દર્દી હોસ્પિટલ પહોંચે છે પરંતુ ડોક્ટરો દ્વારા ઉડાવ જવાબ આપી દર્દીઓને અલાતલા કરતા દર્દીઓ રઝડી પડ્યા હતા.ત્યારે હોસ્પિટલ મેનેજમેન્ટ અને તંત્ર સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
રાધનપુરની સરકારી રેફરલ હોસ્પિટલમા મનમાની ચલાવતા ડોક્ટર, અને સ્ટાફ પર અંકુશ ક્યારે:-
રાધનપુરની સરકારી રેફરલ હોસ્પિટલમા અનેકવાર દર્દીઓની દવા નહીં કરતા દર્દીઓ પરત ફરી પ્રાઇવેટ હોસ્પિટલમાં દવા કરવા મજબૂર બન્યા હોય તેવી ઘટનાઓ સામે આવી છે.અનેકવાર રાધનપુરની રેફરલ હોસ્પિટલમાં ડોક્ટરો સહિત નર્સ સ્ટાફ પોતાની મનમાની ચલાવતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે આ હોસ્પિટલમાં બેદરકારી દાખવતા ડોક્ટર, અને સ્ટાફ પર મહેરબાન કોણ.? લોકો હોસ્પિટલ આવતા હેરાન પરેશાન થઈ રહ્યા છે અને અનેકવાર આવી ઘટનાઓ હોસ્પિટલમાં બની રહી છે છતાં તંત્ર કેમ મૌન સેવી રહ્યું છે. હોસ્પિટલમાં દર્દીઓ હેરાન પરેશાન છે ત્યારે આ મહેરબાન તબીબો પર કોની છત્રછાયા અને જવાબદાર કોણ વગેરે સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.
સરકારી હોસ્પિટલમા હાજર તબીબ દ્વારા ઉડાવ જવાબ આપ્યો હોવાની પરિવારજનો રાવ:
રાધનપુરની સરકારી રેફરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર દ્વારા હોસ્પિટલમા આવતા દર્દીઓ સારવાર ઓપરેશન અંગેની પૂછપરછ કરતા દર્દીઓ સાથે ઉડાવ જવાબ ડોક્ટર દ્વારા આપતા હોવાના આક્ષેપ દર્દીઓ અને દર્દીઓના પરિજનો દ્વારા થઈ રહ્યા છે. રેફરલ હોસ્પિટલમાં ઓપરેશન અર્થે આવતા દર્દીઓને ઓપરેશન કરવાની ના પાડતા ડોક્ટર દ્વારા દર્દીઓને કહેવામાં આવ્યું કે તમે ઉપરથી ઓર્ડર લઇ આપો અમને ઉપર થી ઓર્ડર મળે પછી જ અમે તમારું ઓપરેશન કરીશું તમે અમને ઉપરથી ઓર્ડર લઈ આપો તો ઓપરેશન કરીએ આ પ્રકારની ગેરવર્તન અને ડોક્ટરોએ દર્દીઓને જવાબ આપેલ જેને લઈને દર્દી અને દર્દીના પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો હતો અને દિવસભર પરિવારજનો દર્દીઓ સાથે ભૂખ્યા તરસ્યા દોડધામ કરી પરેશાન બન્યા હતા.ત્યારે આ ઘટના જોતા રાધનપુર રેફરલ હોસ્પિટલમા ચોક્કસ થી કહી શકાય કે હાજર સ્ટાફ, ડોક્ટરો પોતાની મનમાની ચલાવી દર્દીઓ સાથે અમાનવીય વર્તન કરી રહ્યા છે.ત્યારે લોકોની નજરમાં સરકારી હોસ્પિટલ સામે ભારે રોષ જોવા મળ્યો છે અને આ હોસ્પિટલની અસ્મિતા પર સવાલો ઉભા થાય તેવું જણાઈ રહ્યું છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300