પોરબંદર એસ. ટી.ડેપોને શિવરાત્રીનો મેળો ફળ્યો

પોરબંદર એસ. ટી.ડેપોને શિવરાત્રીનો મેળો ફળ્યો
Spread the love

પોરબંદર એસ. ટી.ડેપોને શિવરાત્રીનો મેળો ફળ્યો.૪ દિવસમા રૂ૧૩૫૧૨ ૦૧ રૂ.ની વધુ આવક મળી.
પોરબંદર ડેપો દ્વારા સંચલિત કુલ ૨૮૭ ટ્રીપ દ્વારા ૧૮૦૭૪ લોકોએ શિવરાત્રીના મેળામાં મુસાફરી કરેલ હતી
ગોસા(ઘેડ):ગિરિવર ગરવા ગિરનારની ગોદમાં ઉજવાયેલ ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા મહા શિવરાત્રીનો મેળો પોરબંદર એસ.ટી.ડેપો ને ફળ્યો છે. ચાર દિવસમાં ૧૩૫૧૨૦૧ રૂ. ની વધુ આવક થવા પામેલ છે. તા.૨૨/૦૨/૨૦૨૪ થી જુનાગઢ ભવનાથ ખાતે યોજાયેલા મહાશિવરાત્રિ મેળા માં જવા-આવવા માટે પોરબંદર જિલ્લાની મુસાફર જનતા માટે પોરબંદર ડેપો દ્વારા એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવેલ હતી.

તા.૨૨/૦૨/૨૦૨૫થી તા. ૨૮/૦૨/૨૦૨૫ સુઘી પોરબંદર ડેપો દ્વારા સંચાલિત એક્સ્ટ્રા બસો નો બહોળી સંખ્યામાં મુસાફરોએ લાભ લીધેલ હતો અને આ દિવસો દરમ્યાન માત્ર પોરબંદર ડેપો દ્વારા સંચલિત કુલ ૨૮૭ ટ્રીપ દ્વારા ૧૮૦૭૪ લોકોએ મુસાફરી કરેલ હતી અને પોરબંદર ડેપોને રૂ. ૧૩૫૧૨૦૧ની વધારાની આવક થવા પામેલ હતી.

પોરબંદર જીલ્લા ના મુસાફરો ની સગવડતા માટે પોરબંદર એસ. ટી. ડેપોના સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણી દ્વારા શિવરાત્રી ની રાત્રે જુનાગઢ બસ સ્ટેન્ડ ખાતે જાતે હાજર રહીને એસ.ટી.બસનું રાત્રિ સંચાલન કરાવાયું હતું.

મહા શિવરાત્રીના મેળા દરમ્યાન એસ.ટી. બસના ડ્રાઈવર કંડકટરોએ મુસાફર જનતા ની સગવડ માટે જરૂરીયાત મુજબ ડબલ ડ્યુટીની ફરજ પણ બજાવી હતી.

જયારે પોરબંદર બસ સ્ટેન્ડ ખાતે પણ ડેપો મેનેજર શ્રી પી.બી. મકવાણા તથા સ્ટેન્ડ ઈન્ચાર્જ એચ.એમ. રૂઘાણી દ્વારા સવારે ૫:૦૦વાગ્યા થી રાત્રીના ૨૨:૦૦ કલાક સુધી બસ સ્ટેન્ડ પર હાજર રહી મુસાફરોની જરૂરીયાત અનુસાર સતત બસો ફાળવવામાં આવી હતી.

પોરબંદર એસ.ટી.ડેપો મેનેજર પી. બી. મકવાણા તથા સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણી દ્વારા શિવરાત્રી ના મેળા દરમ્યાન એકસ્ટ્રા એસ.ટી.બસો નો બહોળા પ્રમાણમાં લાભ લેવા બદલ મુસાફર જનતાનો ખુબ ખુબ આભાર માનેલ છે તથા દિવસ રાત જોયા વગર નિષ્ઠા પુર્વક ફરજ બજાવી જુનાગઢ વિભાગમાં પોરબંદર ડેપો ને ગૌરવવંતુ સ્થાન અપાવવા બદલ પોરબંદર ડેપો ના સર્વે કર્મચારીઓને પણ અભિનંદન પાઠવેલ છે.

રિપોર્ટ:- વિરમભાઈ કે.આગઠ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!