બારડોલીના સાંસદ ના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારના પ્રશ્નો બાબતે બેઠક મળી

બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારના પ્રશ્નો બાબતે બેઠક મળી
ઔદ્યોગિક વિસ્તારમાં પીવાનું પાણી, ગટર, રોડ-રસ્તા, ફાયર સહિતની પ્રાથમિક સુવિધાઓને પ્રાધાન્ય અપાશે: સાંસદ પ્રભુભાઈ વસાવા
ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે, સુરતને ટેક્સટાઈલ ઉત્પાદનોનું હબ બનાવવા ઉદ્યોગકારોનો એક સૂર
બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને સુરત સર્કિટ હાઉસ ખાતે સુરત જિલ્લાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોના પ્રશ્નો બાબતે ઉદ્યોગકારો સાથે બેઠક મળી હતી. બેઠકમાં સાંસદે ઉદ્યોગકારો અને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે પ્રશ્નો અને તેના નિરાકરણ સંદર્ભે સમીક્ષા કરી હતી. ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે, ત્યારે સુરતને ટેક્સટાઈલ ઉત્પાદનોનું હબ બનાવવા બેઠકમાં ઉપસ્થિત ઉદ્યોગકારોનો એક સૂર રહ્યો હતો.
બેઠકમાં સાંસદે જણાવ્યું હતું કે, વિકસિત ભારત-૨૦૪૭ હેઠળ ગ્રામીણ ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન મુજબ ઔદ્યોગિક વિકાસમાં રોડ-રસ્તા, પાણી, ઈલેક્ટ્રીસિટી સહિતની પાયાની સુવિધાઓ પૂરી પાડવા સરકાર કટિબદ્ધ છે. નવા ઉદ્યોગોની સ્થાપના કરનાર ઉદ્યોગપતિઓને કેપિટલ ઈનવેસ્ટમેન્ટ ઉપર ૨૫ થી ૩૦ ટકા સુધીની સબસિડી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી રહી છે.
વધુમાં સાંસદશ્રીએ GETCO ને અભિનંદન પાઠવતા કહ્યું કે, ગુજરાતમાં સૌથી વધુ સબસ્ટેશનો દક્ષિણ ગુજરાતમાં સ્થાપિત કરાયા છે. ઔદ્યોગિક વિસ્તારોમાં પીવાનું અને ઔદ્યોગિક વપરાશનું પાણી, ગટર, રોડ-રસ્તા સહિત ફાયરની પ્રાથમિક સુવિધાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. આવનારા ૨૫ વર્ષના વિકાસને કેન્દ્રમાં રાખી, ડેવલપમેન્ટ એક્શન પ્લાન સાથે રાજ્ય સરકાર આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. આગામી સમયમાં મોટા વ્હીકલને પેટ્રોલ-ડિઝલને બદલે LNGમાં શિફ્ટ કરવામાં આવશે. સાંસદશ્રીએ કહ્યું કે, ગ્રામીણ વિસ્તારની મહિલાઓ એન્ટરપ્રિન્યોર (ઉદ્યોગ સાહસિક) બને તે માટે પ્રોત્સાહિત કરવા માટે સરકારની હકારાત્મક નીતિઓ અને કામગીરીની વિગતો આપી હતી.
બેઠકમાં ઉદ્યોગકારોએ ધામડોદથી પલસાણા સુધીના નેશનલ હાઇવે પર પોલીસ પેટ્રોલિંગ વાનની અવર-જવર સઘન કરવા, કિમ-પીપોદરા ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ડ્રેનેજ, ગ્રાઉન્ડ વોટર તથા પીવાના પાણી તથા લેબર હોસ્ટેલની સુવિધાઓ મળી રહે તે માટે સાંસદશ્રીને રજૂઆત કરી હતી. આ ઉપરાંત ઉદ્યોગકારોએ કામરેજ અને પલસાણા વિસ્તારમાં મોટા ફાયર સ્ટેશનો બનાવવા માટેની રજૂઆત કરી હતી. નેશનલ હાઇવે પર અવાર-નવાર વાહનો બંધ થવાની ઘટનાઓ માટે બે હેવી ક્રેઈન ફાળવવાની રજૂઆત પોલીસ દ્વારા કરાઈ હતી. સાંસદે ટેક્સટાઈલ પાર્કના પ્રતિનિધિઓના પ્રશ્નો સાંભળીને હકારાત્મક અભિગમ સાથે ઝડપથી કામ પૂર્ણ કરવા જણાવ્યું હતું.
બેઠકમાં સાંસદશ્રી કહ્યું કે, નેશનલ હાઇવે પર દાદા ભગવાન મંદિર, કડોદરા હનુમાન મંદિર, કાલાઘોડા તથા પીપોદરા મોગલધામ મંદિર ખાતે ફૂટ ઓવરબ્રિજ બનાવવાની ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવશે.
આ પ્રસંગે સુડાના મુખ્ય કારોબારી અધિકારીશ્રી કે.એસ.વસાવા, કામરેજ પ્રાંત અધિકારી વી.કે.પીપળીયા, PSI પીએસઆઈ આઈ.એ.સિસોદીયા, DGVCL, GETCO, GPCBના અધિકારીઓ, મામલતદાર, KLBC-KRBCના કાર્યપાલક ઈજનેર, વિવિધ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારના પ્રતિનિધિઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : કલ્પેશ ધામેલીયા. સૂરત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300