જૂનાગઢમાં દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા માટે આગામી તા.૧૭ માર્ચ સુધી અરજી કરી શકાશે

જૂનાગઢમાં દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા માટે આગામી તા.૧૭ માર્ચ સુધી અરજી કરી શકાશે
જૂનાગઢ : સમગ્ર રાજ્યમાં દિવ્યાંગતા ધરાવતા નાગરિકો જેમ કે અંધ, મુક- બધિર, રક્તપિત, માનસિક ક્ષતિ ધરાવતા કર્મચારીઓ, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યકિતઓ, તેમને કામે રાખતા નોકરી દાતાઓ તથા તેમને નોકરીમાં થાળે પાડવા વિશિષ્ટ કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફીસરશ્રીઓ માટે રાજ્ય કક્ષાએ દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા- વર્ષ ૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં ભાગ લેવાના હેતુસર અરજી પત્રકનો નમુનો વેબસાઈટ www.talimrojgar.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરીને નિઃશુલ્ક મેળવી શકાશે. આ ઉપરાંત જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જુનાગઢ ખાતેથી વિનામુલ્યે અરજી પત્રક મેળવીને તેમાં સંપૂર્ણ વિગત ભરીને આ અરજી પત્રક સાથે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, દિવ્યાંગતા માટેનું માન્ય તબીબી પ્રમાણપત્ર, પોલીસ વેરીફીકેશન પ્રમાણપત્ર અને અન્ય સંબંધિત તમામ દસ્તાવેજો, ખોડ ખાંપણ દર્શાવતા પોસ્ટકાર્ડ સાઈઝના ફોટોગ્રાફ બિડાણમાં સામેલ રાખવાના રહેશે.
તેમજ નોકરીદાતાઓ અને પ્લેસમેન્ટ ઓફીસર માટેના નિયત અરજી પત્રકમાં દર્શાવેલ કોલમ મુજબની પુરેપુરી વિગતો સાથે સંબંધિત જરૂરી બિડાણો અચુક સામેલ રાખીને બે નકલમાં જોડીને વ્યવસ્થિત રીતે દરખાસ્ત તૈયાર કરીને આગામી તારીખ ૧૭/૦૩/૨૦૨૫ સુધીમાં મળી જાય તે રીતે રૂબરૂ અથવા ટપાલ મારફત જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જુનાગઢને મોકલી આપવાના રહેશે.
આ અંગે વધુ માહિતી મેળવવા માટે અત્રેની કચેરીના સંપર્ક નંબર:-૦૨૮૫- ૨૬૨૦૧૩૯ પર અથવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જુનાગઢ ખાતે રૂબરૂ સંપર્ક સાધી શકાશે. તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી (સા.), જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300