પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રમેશભાઈ સિંધવની વરણી..

પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રમેશભાઈ સિંધવની વરણી..
Spread the love

પાટણ જિલ્લામાં ભાજપ પ્રમુખના નામની કરાઈ જાહેરાત..ભાજપ કાર્યાલય પાટણ ખાતે પાર્ટીના કાર્યકરો નો જમાવડો.

પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રમેશભાઈ સિંધવની વરણી..

કાર્યકરોએ નવ નિયુક્ત પ્રમુખ ને અભિનંદન પાઠવ્યા…


પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં નવા પ્રમુખની વરણી કરવામાં આવી છે. જિલ્લા મહામંત્રી તરીકે ફરજ બજાવી રહેલા રમેશ સિંધવને જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રમેશભાઈ સિંધવ બીએ, બીએડ સુધીનો અભ્યાસ ધરાવે છે. તેઓ અગાઉ વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી ચૂક્યા છે. તેમણે જિલ્લા મહામંત્રી, પૂર્વ પ્રદેશ મંત્રી અને કિસાન મોરચામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત, તેઓ પૂર્વ જિલ્લા સહ જિલ્લા બૌદ્ધિક પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.

મળતી માહિતી મુજબ ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ ની પ્રમુખ વરણી કાર્યક્રમ માં પૂર્વ મંત્રી જયસિંહ ચૂંટણી અધિકારી બ્રિજરાજસિંહ ઝાલા પ્રભારી જગદીશભાઈ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ બેન ઠાકોર,ગુજરાત ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ .સાંસદ

ભરતડાભી.સહીત ભાવેશ પટેલ નંદાજી ઠાકોર નિલેશ રાજગોર ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે યોજાયેલી આ સંકલન બેઠકમાં પાર્ટીના નેતાઓની હાજરીમાં રમેશ ભાઈ સિંધવને પ્રમુખ ની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની વરણી સર્વાનુમતે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કાર્યક્રમ દરમિયાન નવનિયુક્ત જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવ નું ઉપસ્થિત કાર્યકરો અને આગેવાનો દ્વારા ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ નિમણૂકથી પાટણ જિલ્લા ભાજપના સંગઠનને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!