પાટણ જિલ્લામાં નકલી તબીબોનો રાફડો, બે બોગસ તબીબ ઝડપાયા..

પાટણ જિલ્લામાં નકલી તબીબોનો રાફડો, બે બોગસ તબીબ ઝડપાયા..
બાતમીના આધારે SOGએ ઝોલાછાપ તબીબોને દબોચ્યા…
SOG પોલીસે બાતમીના આધારે ડિગ્રી વગર પ્રેકટીશ કરતા બે બોગસ તબીબ ને ઝડપી પાડ્યા..
પાટણ જિલ્લામાં નકલી તબીબોનો જાણે રાફડો ફાટ્યો હોય તેવું જણાઈ રહ્યું છૅ. જિલ્લામાં એકબાદ એક નકલી તબીબો પર કાર્યવાહી કરાઈ રહી છૅ. ત્યારે ફરી વધુ એકવાર બે બોગસ તબીબ ઝડપાયા હતા.બાતમીના આધારે SOGએ ઝોલાછાપ તબીબોને દબોચ્યા હતા.sog પોલીસે બાતમીના આધારે ડિગ્રી વગર પ્રેકટીશ કરતા બે બોગસ તબીબ ને ઝડપી પાડ્યા હતા.
પાટણ જીલ્લાના સમી તાલુકાના માંડવી ગામેથી રાજેન્દ્ર વ્યાસ અને સાંતલપુર ના પીપરાળાથી જવાભાઈ રબારીને પોલીસે ઝડપી પાડ્યા હતા આમ પાટણ જિલ્લામાં વધુ બે બોગસ તબીબ ઝડપાયા હતા.ત્યારે મહત્વ નું છૅ કે જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ભોળા ગ્રામજનોને લૂંટતા તબીબો દિવસે ને દિવસે સામે આવતા ચર્ચાએ વેગ પકડ્યો છૅ ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છૅ અને સમી તાલુકામાં રાજેન્દ્ર વ્યાસને SOGએ ઝડપ્યો હતો.ડિગ્રી વગર પ્રેક્ટીસ કરતા બે બોગસ તબીબ ઝડપાયા હતા.બાતમીના આધારે SOGએ ઝોલાછાપોને દબોચ્યા હતા.
સમીના માંડવી ગામથી બોગસ તબીબને રૂ.૧૪૬૨ ના મુદ્દામાલ સાથે ઝડપીને સમી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી:-
પાટણ જીલ્લાના આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીઓની રહેમ નજર હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં લેભાગુ અને બની બેઠેલા કહેવાતા ડોક્ટરો નો રાફડો ફાટયો છે અને પૈસા કમાવવા ની લાલચમાં લોકોના આરોગ્ય સાથે પણ ખીલવાડ કરી રહ્યા છે ત્યારે પાટણ એસઓજી પોલીસ ને મળેલી બાતમીના આધારે સમી તાલુકાના માંડવી ગામથી બોગસ તબીબ ને ૧૪૬૨ રૂપિયા ના મુદ્દામાલ સાથે ઝડપી ને સમી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તબીબો સામે કાર્યવાહી :-
ચાણસ્મા તાલુકાના ખારીઘારીયાલ ગામનો અને પાટણ ખાતે રહેતો રાજેન્દ્ર કુમાર મફ્તલાલ વ્યાસ સમી તાલુકાના માંડવી ગામે કોઈ પણ મેડિકલ પ્રેક્ટિસ ની ડીગ્રી મેળવ્યા વીના દવાખાનું ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હોવાની બાતમી પાટણ એસઓજી પોલીસ ને મળતા પોલીસે માંડવી ગામે આવેલ સ્વામી વાસમાં એક મકાનમાં તપાસ કરતા ઉપરોક્ત ડોક્ટર કોઈ પણ ડીગ્રી વગર લોકો ની દવા કરતો હોવાનું જણાતા તેને દવાઓ મેડિકલ સાધનો અને ઇન્જેક્શન સહિત મુદામાલ સાથે ઝડપી સમી પોલીસ ને સોંપી વધુ તપાસ હાથ ધરી છે.આમ, જીલ્લાના સમી તાલુકા સહીત સાંતલપુરના પીપરાળાથી જવાભાઈ રબારીને પોલીસે ઝડપી પાડ્યા હતા…
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300