જૂનાગઢ શહેર તાલુકામાં આગામી તા.૨૭ માર્ચના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

જૂનાગઢ શહેર તાલુકામાં આગામી તા.૨૭ માર્ચના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
જૂનાગઢ : સમગ્ર રાજ્યમાં નાગરિકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જૂનાગઢ શહેર તાલુકામાં આગામી તારીખ ૨૬ માર્ચના સવારના ૧૧:૦૦ કલાકના તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તાલુકા સેવા સદન, સરદારબાગ, જુનાગઢ ખાતે યોજાશે. જેમાં સંબંધિત ખાતાના અધિકારીશ્રીઓ આ પ્રશ્નો સાંભળશે.
જે અન્વયે નાગરિકો તેમના પ્રશ્નો જે-તે ગામના તલાટીને દર મહિનાની ૧૦ તારીખ સુધીમાં રજૂ કરી શકશે. જિલ્લા કક્ષાએ નિકાલ કરવા પાત્ર હોય તેવા પડતર પ્રશ્નો જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી અને તાલુકા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ નિકાલ કરવા પાત્ર હોય તેવા પ્રશ્નો અરજદારોએ જે-તે તાલુકા મામલતદાર કચેરી અને ગ્રામ પંચાયત કચેરીને દર મહિનાની ૧૦ મી તારીખ સુધીમાં સીધા પણ રજૂ કરી શકશે.
આ કાર્યક્રમમાં અરજદાર માત્ર પોતાના જ પ્રશ્નોની રજુઆત કરી શકશે. જેમાં શહેર કક્ષાના પ્રશ્નો હોય તો તેમનો જ નિકાલ કરવામાં આવશે. એક જ વિષયને લગત રજુઆત કરી શકાશે. અત્રે સામુહિક રજૂઆતો કરી શકાશે નહીં.
આ ઉપરાંત સુનિશ્ચિત સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ, અસ્પષ્ટ રજૂઆત હોય, એક કરતા વધુ વિભાગ કે કચેરીના પ્રશ્નો હોય, સુવાચ્ય ના હોય, નામ સરનામા કે સંપર્કની વિગતો ના હોય, વ્યક્તિગત આક્ષેપોવાળી અરજી, નીતિ વિષયક પ્રશ્નો, ચાલુ સરકારી કર્મચારી કે નોકરી કે સેવાને લગતા પ્રશ્નો, કોર્ટ મેટર, દીવાની પ્રકારની ખાનગી તકરારો, અપીલ થવા પાત્ર કેસો વાળી અરજીઓ, અરજદારને પોતાને લગતા પ્રશ્નો ન હોય, અરજદારે તેમની રજૂઆત સંબંધિત કચેરી કે વિભાગ કે ખાતાનો સંપર્ક ન સાધ્યો હોય અને સૌપ્રથમ વાર રજૂઆત આવી હોય અને અગાઉ રજૂ થઇ ગયેલા પ્રશ્નો હોય તો તેને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તેમ મામલતદારશ્રી, જુનાગઢ શહેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300