જૂનાગઢ જિલ્લામાં પી.એમ.ઈન્ટર્નશીપ યોજના અન્વયે આગામી તા.૧૨ માર્ચ સુધીમાં અરજી કરી શકાશે

જૂનાગઢ જિલ્લામાં પી.એમ.ઈન્ટર્નશીપ યોજના અન્વયે આગામી તા.૧૨ માર્ચ સુધીમાં અરજી કરી શકાશે
જૂનાગઢ : કેન્દ્ર સરકારના માર્ગદર્શન અનુસાર યુવાનોને ટોચની કંપનીઓમાં કામ કરવાનો અનુભવ મળે તેવા ઉમદા હેતુથી પી.એમ.ઈન્ટર્નશીપ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં જોડાયેલા ઉમેદવારોને ૧૨ માસ માટે માસિક રૂ. ૫૦૦૦/- જેટલું સ્ટાઇપેન્ડ મળવાપાત્ર બને છે.
જે અન્વયે ૨૧ થી ૨૪ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ ઈચ્છુક ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી./ એચ.એચ.સી./ આઈ.ટી.આઈ./ ડિપ્લોમા/ ગ્રેજ્યુએટની ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ. તેઓ પાસે હાલમાં સંપૂર્ણ સમયની રોજગારી અથવા તો શિક્ષણ મેળવતા ના હોવા જોઈએ. તેમજ તેમના કુટુંબમાંથી કોઈ સરકારી નોકરીમાં જોડાયેલા ન હોવા જોઈએ અને કુટુંબમાં કોઈ સભ્યની નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ ની વાર્ષિક આવક રૂ.૮ લાખથી વધુ ના હોવી જોઈએ.
આ ઉપરાંત ઉમેદવારો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની કોઈ સ્કીમમાં સ્કિલ કોર્ષ/ એપ્રેન્ટીશીપ / ઈન્ટર્નશીપ કરેલી ના હોવી જોઈએ. આ કાર્યક્રમમાં જોડાવા માટે ઈચ્છુક ઉમેદવારોએ આગામી તારીખ ૧૨-૦૩-૨૦૨૫ સુધીમાં www.pminternship.mca.gov.in આ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન, જૂનાગઢના લેન્ડલાઈન નંબર ૦૨૮૫- ૨૬૨૦૧૩૯ પર સંપર્ક સાધી શકાશે. તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300