રાધનપુરમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝડપાયો.

રાધનપુરમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝડપાયો.
• ભુજ સાયબર ક્રાઇમે 11 મોબાઈલ અને લેપટોપ મળી કુલ ३1,05,200નો મુદ્દામાલ જપ્ત કર્યો
પાટણ જીલ્લાના રાધનપુર શહેરમાં મોબાઈલમાં અલગ અલગ ક્રિકેટ સટ્ટાની વેબસાઈટ અને એપ્લિકેશન મારફતે ક્રિકેટ સટ્ટો રમતાં શખ્સને કચ્છ ભુજ સાયબર ક્રાઇમ ની ટીમે 11 મોબાઈલ અને લેપટોપ મળી કુલ રૂ1,05,200ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો.
રાધનપુરમાં ભુજ સાયબર ક્રાઈમ પોલીસે મોડી રાત્રે 10:30 કલાકે દરોડો પાડી બાલાજી બંગ્લોઝના મકાન નં 53માં રહેતાં મીત ધીરુભાઈ ઠક્કરને ક્રિકેટનો સટ્ટો રમતાં ઝડપી લીધો છે. પોલીસે 11 મોબાઈલ ફોન, લેપટોપ, રાઉટર અને રૂ.5,200ની રોકડ રકમ મળી કુલ રૂ. 1,05,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી તેનાં આર્થિક ફાયદા માટે અલગ-અલગ મોબાઈલ ફોનમાં ક્રિકેટ સટ્ટાની વેબસાઈટ અને એપ્લિકેશનનો ઉપયોગ કરતો હતો. આરોપી ટાટા 2025ની યુપી વોરિયર્સ સામેની ગુજરાત જાયન્ટ્સની મેચ દરમિયાન રાધે બોબડી લાઈન નામની એપ્લિકેશન પર સટ્ટો રમતો હતો. તે મેચની પ્રગતિ સાથે ટીમની હાર-જીત અને ખેલાડીઓના વ્યક્તિગત પ્રદર્શન પર સટ્ટો લગાવતો હતો.સાયબર ક્રાઇમ સરહદી વિભાગ ભુજના એએસઆઈ મયુરકુમાર રમેશભાઈ ચૌધરીએ આરોપી સામે રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300