રાધનપુરમાં નેશનલ હાઈવે પરના સર્વિસ રોડ ઉપરના દબાણો હટાવાયા

રાધનપુરમાં નેશનલ હાઈવે પરના સર્વિસ રોડ ઉપરના દબાણો હટાવાયા
Spread the love

રાધનપુરમાં નેશનલ હાઈવે પરના સર્વિસ રોડ ઉપરના દબાણો હટાવાયા..લારી ગલ્લાના ગેર કાયદેસર દબાણો તોડાયા..

ગરીબ પ્રજાને હેરાન કરતા અધિકારીઓ બિલ્ડરો સામે મૌન…

બિલ્ડરોના ગેરકાયદે પાકા દબાણો સામે તંત્ર આંખ આડા કાન કરતુ હોવાના આક્ષેપ.

રાધનપુર નગરને અડીને પસાર થતા નેશનલ હાઈવે નબર.૨૭ ના સર્વિસ રોડ ઉપર ના ગેરકાયદેસર લારી ગલ્લા હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અચાનક તંત્ર દ્વારા ગરીબ પરિવારને કોઈ પણ નોટિસ કે જાણ કર્યા વગર લારી ગલ્લા હટાવી રોજગારી છીનવી લેવામાં આવી હતી. જ્યારે કેટલાક બિલ્ડરોના ગેરકાયદે પાકા દબાણો સામે તંત્ર દ્વારા આંખ આડા કાન કરતા તંત્ર સામે લોકોની નારાજગી જોવા મળી હતી.
રાધનપુર ના હાઈવેના સર્વિસ રોડના ફૂટપાથ ઉપર ગેર કાયદેસ મૂકવામાં આવેલ લારી ગલ્લા હટાવવાની કામગીરી અચાનક તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી મોડી સાંજે નેશનલ હાઇવે ના કર્મચારીઓ નગરપાલિકાની ટીમ તેમજ મદદનીશ કલેકટર ડીવાયએસપી પોલીસ સ્ટાફ સહિત નુ તંત્ર હાઇવે પર ના દબાણો હટાવવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રોજે રોજ કમાઈને ઘર ચલાવતા ગરીબ પરિવારના લોકોના લારી ગલ્લા હટી જતા તેમની રોજગારી છીનવાઈ જતા તંત્ર સામે નારાજગી જોવા મળી હતી.જ્યારે શહેરમાં કેટલાક બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર પાકા દબાણો કરેલા તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી.

રીપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!