રાધનપુર : રાપરિયા હનુમાનજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ

રાધનપુર : રાપરિયા હનુમાનજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ
રાધનપુર : શ્રી વઢીયાર રાપરિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાપરિયા હનુમાનજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો…
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત બ્લડ સેવા કેમ્પનું આયોજન સાથે ગૌ વંશને ઘાસ ચારો ખવડાવી સાથે સાથે ધાર્મિક કાર્યો કરવામાં આવ્યા
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મહેસાણા હાઇવે પર આવેલા રાપરિયા હનુમાનજી મંદિર ખાતે મંદિરની શિખર પ્રતિષ્ઠા મહોત્સવ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો પ્રારંભ કરાયો છે. જેમાં પહેલા દિવસથી જ હજારો ની સંખ્યામા ભાવિ ભક્તો નો પ્રવાહ જોવા મળ્યો હતો.
વઢીયાર ની ધીગી ધરામાં વઢીયાર રામાનંદી સાધુ સમાજના ઇષ્ટદેવ શ્રી રાપરીયા હનુમાનજી દાદા ના ધામમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે.ત્યારે દાદાના ધામમાં જ મંદિરની શિખર પ્રતિષ્ઠા અને વિવિધ ૨૦ દેવી-દેવતાઓના મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.. ત્યારે આજે પ્રથમ દિવસે જ ખુબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અને રામાનંદી સાધુ સમાજના સમજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.સાથેજ દાદાના ધામમાં ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
રાધનપુર રાપરીયા હનુમાનજી મંદિરે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંદર સંતવાણી ભજન ભોજન અને શોભાયાત્રા સહિતના અલગ અલગ દિવસે અલગ અલગ ભવ્ય કાર્યક્રમ યોજાશે..
શ્રી રાપરિયા હનુમાનજી શિખર પ્રતિષ્ઠા અને મંદિરોની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ફાગણવદ આઠમને શનિવારથી ફાગણ દર્શમ ને સોમવાર સુધી ભવ્ય કાર્યક્રમની ત્રિ દિવસીય અંદર સરસ મજાનું આયોજન વઢીયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે.
જેમાં મુખ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યજમાન ચંદુલાલ.બી સાધુ અને પ્રતિષ્ઠા ના આચાર્ય શાસ્ત્રી હરેશભાઈ ચંદુલાલ પંડ્યા અને શ્રી રાપરીયા હનુમાનજી મંદિરના મુખ્ય પ્રવેશદ્વારના 21 લાખના દાતા અખિલ ભારતીય વૈષ્ણવ વૈરાગી પરિષદ સહીત પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો અને અન્ય મહાનુભવોની ઉપસ્થિતિ ની અંદર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે.
રીપોર્ટ : અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300