પાલીતાણાના અનીડા મુકામે શ્રી જીતુબાપુ ગોંડલીયાના વ્યાસાસને શ્રી રામકથા યોજાશે.

પાલીતાણાના અનીડા મુકામે શ્રી જીતુબાપુ ગોંડલીયાના વ્યાસાસને શ્રી રામકથા યોજાશે.
આગામી તારીખ 06/4/2025 રામ નવમીના પાવન દિવસે શ્રી રામચરિત માનસ (રામકથા) નો પાલીતાણા ના શેત્રુજીડેમ પાસે આવેલ અનીડા ગામ ખાતે પ્રારંભ થવા જઈ રહ્યો છે.
જેમાં કથા નો સમય સવાર ના ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ ના રહેશે કથા તારીખ 06/04/2025 થી 14/4/2025 સુધી રહેશે કથાના વ્યાસાસને શ્રી જીતુબાપુ ગોડલિયા (લાખાવાડવાળા) પોતાની આગવી શૈલીમાં સંગીતમય કથાનું રસપાન કરાવશે તો આ રામચરિત કથા નું રસપાન કરવા આપ સૌને અનીડા ગામ તેમજ બાપા સીતારામ યુવા ગ્રુપ મંડળ દ્વારા અનુરોધ કરાયો છે.અત્રે ઉલ્લેખનીય એ છે કે યુવા કથાકાર શ્રી જીતુબાપુ ગોંડલીયા ખુબજ નાની વયે સરસ રીતે કથાનું રસપાન કરાવી શ્રોતાઓ ને રસતરબોળ કરી અને જકડી રાખે છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300