આઝાદી કા અમૃત મહોત્સવ સંદર્ભે રાધનપુર કોલેજમાં વિવિધ સ્પર્ધાઓ અને વ્યાખ્યાનો યોજાયા.

આઝાદી કા અમૃત મહોત્સવ સંદર્ભે રાધનપુર કોલેજમાં વિવિધ સ્પર્ધાઓ અને વ્યાખ્યાનો યોજાયા.
Spread the love

આઝાદી કા અમૃત મહોત્સવ સંદર્ભે રાધનપુર કોલેજમાં વિવિધ સ્પર્ધાઓ અને વ્યાખ્યાનો યોજાયા.

હિંમત વિધાનગર સ્થિત શ્રી ટી.એ.ચતવાણી આર્ટસ એન્ડ જે.વી.ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજ, રાધનપુરમાં આઝાદી કા અમૃત મહોત્સવ સંદર્ભે વિવિધ સ્પર્ધાઓ અને વ્યાખ્યાનો કોલેજના પ્રિ. ડૉ.સી.એમ.ઠક્કર સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો.આ કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન પાંચ પ્રકલ્પ કો -ઓર્ડીનેટર ડૉ.વી.બી.ખમારે સંભાળેલ.આ પાંચ પ્રકલ્પમાં ગૌ આધારિત ખેતી, નશાબંધી મુક્તિ, પર્યાવરણ અને જળ સંરક્ષણ , સ્વાસ્થ્ય અવરનેસ તેમજ ભારતના આઝાદીના ઘડવૈયા ઉજાગર કરવાનો છે આ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઇ ગઇ.જેમાં 17 વિદ્યાર્થીએ ભાગ લીધેલ તેમજ કોલેજના વિવિધ વર્ગોમાં અને ગોચનાદ ઉપરાંત બાસ્પા હાઈસ્કૂલમાં પાંચ પ્રકલ્પ અંતર્ગત વ્યાખ્યનોનું આયોજન કરવામાં આવ્યું તેમજ ઇન્ટર કોલેજ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કુલ 48 વિદ્યાર્થીએ ભાગ લીધેલ હતો.પ્રથમ ત્રણ નંબરને ઈનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિર્ણાયક તરીકે ડૉ.કે. ડી.અખાણી, ડૉ.બી.એ.રાઠોડ તેમજ ડૉ.સી.વી.રાવલ , ડૉ.કે.ડી.શર્મા ,પ્રા. મયૂરી ઠક્કર, ભાવેશભાઈ સાધુ અને પ્રા.અકબરઅલીએ સાથ સહકાર આપ્યો હતો.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીએ ભાગ લીધો હતો.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!