જૂનાગઢ : કલેક્ટરશ્રી ના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
કાર્યક્રમમાં રજૂ થયેલ તમામ ૨૬ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો
જૂનાગઢ : કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં અરજદારો દ્વારા કુલ ૨૬ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સરકારી પડતર જમીન, ગામતળની મિલકત, રિસર્વે માપણી, પૂર સંરક્ષણ દીવાલ, રોડ રિસર્ફેસિંગ, દબાણો દૂર કરવા, ગૌચર જમીન, જમીન સંપાદન, પંચાયત વિભાગના કામો વગેરે બાબતોને લગત પ્રશ્નોની રજૂઆત વિવિધ અરજદારશ્રીઓએ રજૂઆત કરી હતી.
કાર્યક્રમમાં રજૂ થયેલ તમામ ૨૬ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટરશ્રીએ અરજદારોના બાકી રહેતા પ્રશ્નો માટે તાત્કાલિક નિવારણ કરવા માટે ખાસ સૂચના આપી હતી. કર્મચારીઓ અને અધિકારીઓને હકારાત્મક વલણ રાખીને અરજદારોને બીજી વાર પોતાના કામ માટે ધક્કો ખાવો ના પડે તે રીતે કામગીરી કરવા માટે સૂચના આપી હતી.
ઉકત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી નીતિન સાંગવાન, પ્રાંત અધિકારીશ્રીઓ, મામતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ડી.આઇ.એલ.આર.શ્રી, કાર્યપાલક ઈજનેરશ્રી તેમજ સંબંધિત વિભાગોના અધિકારીગણ હાજર રહ્યા હતા.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300