રાધનપુરમાં વારંવાર થતી ચોરીઓ અટકાવવા વેપારી એશિયન દ્વારા રજૂઆત કરાઈ..

રાધનપુરમાં વારંવાર થતી ચોરીઓ અટકાવવા વેપારી એશિયન દ્વારા રજૂઆત કરાઈ..
પોલીસની કામગીરી થી નારાજ વેપારીઓએ નાયબ કલેકટરને લેખિત રજૂઆત કરી..
રાધનપુર ખાતે છેલ્લા બે માસમાં થયેલ ચોરીઓનો ભેદ ઉકેલવામાં નિષ્ફળ નીવડેલ પોલીસને પડકાર ફેંકતા હોય તેમ તસ્કરો દ્વારા હાઇવે પોલીસ ચોકી સામે દુકાનમાંથી રૂપિયા દસ લાખ ઉપરાંતના મોબાઈલ ફોન ચોરી ગયાની ઘટના થી નગરના વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો.નગરમાં પોલીસની કામગીરી થી નારાજ વેપારીઓએ ચોરીની ઘટનાઓ અટકાય તેના માટે નાયબ કલેક્ટર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી હતી.
રાધનપુર શહેરના 50 થી વધુ વેપારીઓ ગુરુવારના બપોરે નાયબ કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. શહેરના વેપારી ઓશોસિયન દ્વારા નાયબ કલેક્ટર ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં શહેરમાં વારંવાર ચોરીઓની ઘટના બને છે. અવાર નવાર બનતી ચોરીઓની ઘટના થી વેપારીઓ ભયભીત બનેલા છે. જ્યારે ચોરીઓની ઘટના બાબતે પોલીસને જાણ કરવા છતાં ચોરીઓનો ભેદ આજદિન સુધી પોલીસ દ્વારા ઉકેલવામાં આવ્યો નથી જેને લઈને ચોરીની ઘટનાઓ બંધ થવાને બદલે વધી રહી છે. પોલીસ દ્વારા તમામ ચોરીની ઘટના બાબતે યોગ્ય દિશામાં તપાસ હાથ ધરવામાં આવે અને રાત્રી દરમ્યાન સધન પોલીસ પેટ્રોલિન કરવામાં તેવી માંગ વેપારીઓ દ્વારા કરવામાં આવી હતી.અને જો.પોલીસ દ્વારા વેપારીઓને સલામતી પૂરી પાડવામાં નહીં આવેતો પોતાના ધંધા રોજગારની સલામતી પૂરી પાડવા વેપારીઓએ રાત્રે જાગવું પડશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
ચોરીની ઘટના અટકાવવા પોલીસે યોગ્ય કામગીરી કરવી જોઈએ…
શહેરમાં તાજેતરમાં ખૂબ ચોરીઓની ઘટના બની છે જેમાં કેટલીક ચોરીઓની ફરિયાદ પણ પોલીસ દ્વારા લેવામાં આવી નથી શહેરમાં થયેલ ચોરીઓ બાબતે પોલીસ દ્વારા યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે અને પોલીસે રાત્રે પેટ્રોલિંગ વધારી નવી ચોરીઓએ થતી અટકાવવી જોઈએ અને ચોરીઓની તમામ ફરિયાદો પોલીસે નોંધી taas કરવાની અમારી માંગ હોવાનું વેપારી એસોશિયનના પ્રમુખ નીતેશ રાઠી દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમને વધુમાં જણાવેલકે જો આ બાબતે તાત્કાલિક કામગીરી કરવામાં નહીં આવેતો વેપારીઓ દ્વારા ગાંધીનગર જઈને રજૂઆત કરવામાં આવશે.
રીપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300