અંબાજી માં આવેલા ગામતળ ના તળાવો ઉપર ગેરકાયદેસર દબાણ

અંબાજી – તલાવડી વિસ્તાર નોન – ડેવલોપમેન્ટ ઝોન અંતર્ગત આવતું હોવા છતાં બરોબર વહીવટ કરી ઊભું કરાયું શોપિંગ કૉમ્પ્લેક્સ……!!!
જળ અને પર્યાવરણ ના સંરક્ષણ અર્થે નક્કી કરાયેલ નિયમો નો ઉલ્લંઘન…..
નેશનલ લેક કન્સર્વેશન પ્લાન અંતર્ગત નિશ્ચિત વિસ્તાર સુધી બાંધકામ પર પ્રતિબંધ….
તલાવડી વિસ્તાર માં બાંધકામો ઊભા કરતા તલાવડી ફકત કાગળિયા પર નામશેષ બની….
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે વર્ષો પહેલા ગામ ના વિવિધ વિસ્તારો માં તળાવો રહ્યા હશે જેમના નામ પર થી જેતે વિસ્તાર ના નામ પડ્યા હતા જેમ કે કાળા પાણી તળાવ, તલાવડી વગેરે જ્યારે હાલ ની વાસ્તવિક પરિસ્થિતિ પ્રમાણે આ તળાવો ફક્ત ઓળખ ડોક્યુમેન્ટ્સ પર નામ ના વિસ્તારો તરીકે ઓળખવા માટે રહી ગયા છે ત્યારે આટલા માં ઓછું આ વિસ્તાર માં ખાલી પડેલ તળાવ નું સ્થળ હોય તો પણ ઠીક પરંતુ વાસ્તવિકતા કઈક ઓર જ હોય તેમ અહીં ક્યારે કોઈ તળાવ હતું કે કેમ એ પણ પ્રશ્નાર્થ બની ને રહી ગયું છે.
વાત છે આપણા અંબાજી ગામ ના અંબાજી – ખેડબ્રહ્મા મુખ્ય હાઈ – વે વિસ્તાર પર આવેલા તલાવડી વિસ્તાર ની જ્યાં વર્ષો પહેલા તળાવ હોવાની લોકમુખે ફક્ત ચર્ચા જ સંભાળવા મળી છે.તે મુજબ વર્ષો પહેલા અહીં રહેલા તળાવ ગામ ના લોકો ને પાણી ની અગવડતા ના પડે અને જળ સંગ્રહ થાય તે માટે તળાવો ખોદાયા હતા.પરંતુ સમય જતા તળાવો ના વહીવટ સંભાળતા સરકારી અધિકારીઓ ને મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વિકાસ અર્થે માંગણી કરતા આ તળાવ આપી દેવાયું હતું.જેમાં વિકાસ તો ના થયો પરંતુ જે તે અધિકારી દ્વારા વિકાસ ના નામે બારોબાર વહીવટ કરી તલાવડી વિસ્તાર ની જમીન ને ખાનગી બિલ્ડરો બે વેચી દેતા ત્યાં હાલ માં મોટું બિઝનેસ કોમ્પલેક્ષ ઊભુ કરી દેવાયું છે તેમજ તલાવડી ના સરકારી નિયમ મુજબ ના બાંધકામ પ્રતિબંધિત વિસ્તાર માં પણ પ્લોટિંગ કરી વેચાણ કરી દીધેલ છે જેના પર હાલ માં સોસાયટી એ રૂપ લઈ લીધેલ છે .ત્યારે વિચારવા જેવી બાબત એ છે કે સરકારી નિયમો ને નેવે મૂકી આખે આખી તલાવડી ના બારોબાર વહીવટ અને બાંધકામ કઈ રીતે થઈ શકે? સરકારી અધિકારીઓ દ્વારા કરાયેલ વહીવટ અને બાંધકામ ની મંજૂરી પ્રતિબંધિત વિસ્તાર માં થવી એ અધિકારીઓ ની મંજૂરી વગર તો થઈ શકે તેમ નથી ત્યારે ફક્ત કાગળિયા પર રહેલા અને ઓળખ વિસરી રહેલા તલાવડી વિસ્તાર બાબતે સ્પષ્ટતા થવી જરૂરી બની છે.
અંબાજી માં આવેલા ગામતળ ના તળાવો ઉપર ગેરકાયદેસર દબાણ
અંબાજી માં આવેલી ગામ ના તળાવો પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલા છે તેમાં સર્વે નંબર 29 પૈકી 1, સર્વે નંબર 29 પૈકી 2, સર્વે નંબર 46, સર્વે નંબર 82, સર્વે નંબર 77, સર્વે નંબર 71 નો સમાવેશ કરવામાં આવે છે
તળાવો માટે ના સરકારી નિયમો ને નેવે મૂકી અપાઈ મંજૂરી…..
સરકાર દ્વારા તળાવો એ કુદરતી જળ સંચય કરવા માટે નું એક પર્યાય હોવા થી તેના માટે કડક નિયમો બનાવેલા છે.જેમાં તળાવો એ પાણી ની સાથોસાથ પર્યાવરણ ની સુરક્ષા ની જાળવણી થાય પરંતુ હાલ માં ગામ ના તમામ તળાવો પર દબાણ ની સ્થિતિ જોવા મળી રહી છે.જેમાં તળાવ ની જમીનો પર બાંધકામ ઊભા કરી નિયમો ની ઐસી તેસી કરી વિકાસ કરે છે.સરકારી નિયમો અનુસાર નોન ડેવલપમેન્ટ ઝોન ( NDZ) અને નેશનલ લેક કન્સર્વેશન પ્લાન (NLCP) અને સ્થાનિક નિયમો અનુસાર જે તે સ્થાન અનુરૂપ બાંધકામ પ્રતિબંધિત વિસ્તાર ૫૦ થી 100 મીટર સુધી હોય છે જ્યારે યાત્રાધામ જેવા સ્થળો માટે તે જોગવાઈ 200 મીટર સુધી પણ કરી શકાય છે.ત્યારે અંબાજી ખાતે ના તમામ તળાવો પર ઉપરોક્ત નિયમો માંથી એક પણ નિયમ નું પાલન કરાયું નથી. ત્યારે તળાવ ની જગ્યાઓ પર બાંધકામ કરવાની મંજૂરી પણ આપનાર સરકાર અને નિયમો બનાવનાર પણ સરકાર છે જેની બેવડી નીતિ સ્થાનિકો લોકો ને જળ વિહોણા અને પર્યાવરણ ને નુકસાન પહોંચાડવામાં સહાયક બની રહી છે. જે માટે સરકાર પોતાના ઘડેલા નિયમો અને આપેલ મંજૂરી બાબતે સંશોધન કરી યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.કોળાવાળુ તળાવ માં કાળી તલાવડી લખ્યું છે બીજુ હાઇવે ઉપર નું તળાવ જ્યાં એક સમયે શિંગોડા ની ખેતી થતો હતી આ તળાવ માં બાંધકામો ની આડેધડ મંજુરી આપી ચોમાસા માં કુદરતી પાણી ભરાય એ માર્ગો નાળા ઓ ઉપર બાંધકામ થઈ ગયાં છે DIRL ની કચેરી દ્વારા બિલ્ડરો ના લાભ માટે ખોટા ખૂટ મારવા માટે ખોટી માપણી કરી આપવામા આવી છે આ બધાજ તળાવો માં રેકર્ડ માં બતાવેલ માપ મુજબ DIRL દ્વારા સાચું મેપિંગ કરવામાં આવે ને આ બાંધકામો કરનાર અને મંજુરી આપનાર બંને વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300