રાધનપુરના કાપડના વેપારીએ દુષ્કર્મ આચર્યું

રાધનપુરના કાપડના વેપારીએ દુષ્કર્મ આચર્યું ..
યુવતીએ ઝેરી દવા પીધી, થરા હાઈવે પરની ગેસ્ટ હાઉસમાં શારીરિક સંબંધ બાંધી લગ્નનો ઈન્કાર કર્યો..
રાધનપુર પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ધોરણ 11માં અભ્યાસ કરતી યુવતીએ કાપડના વેપારી વિરુદ્ધ વિશ્વાસઘાત અને બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. કાપડના વેપારીએ ક્રેટામાં બેસાડીને થરા હાઈવે પરના એક ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચરી લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો. જેથી વિદ્યાર્થિનીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
યુવતીએ જણાવ્યું કે, તે ધોરણ 11માં અભ્યાસ કરતી હતી, ત્યારે રાજેશ આહીર સાથે પરિચય થયો હતો. રાજેશ, જે રાધનપુરમાં કપડાંની દુકાન ધરાવે છે, યુવતીને મોટરસાઈકલ પર બેસાડી ઘરે છોડતો અને કપડા ખરીદવાની લાલચ આપતો હતો.
6 ફેબ્રુઆરી 2025ના રોજ રાજેશે યુવતીને ફોન કરી લગ્નની વાત કરી અને સીનાડ ગામે બોલાવી હતી. ત્યાંથી તેને ક્રેટા ગાડીમાં બેસાડી થરા હાઈવે પર આવેલા શુભમ ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. ગેસ્ટ હાઉસમાં બંનેની સંમતિથી શારીરિક સંબંધ બાંધ્યા બાદ, જ્યારે યુવતીએ લગ્નની વાત કરી, ત્યારે રાજેશે સ્પષ્ટ ના પાડી દીધી હતી.
આ ઘટનાથી આઘાત પામેલી યુવતીએ 19 માર્ચ 2025ના રોજ સવારે 7 વાગ્યે ખેતીમાં વપરાતી ઝેરી દવા પી લીધી હતી. તેને તાત્કાલિક રાધનપુર સામવેદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. હાલમાં યુવતી સંપૂર્ણ ભાનમાં આવી છે અને તેણે રાજેશ આહીર વિરુદ્ધ લગ્નની ખોટી લાલચ આપી વિશ્વાસઘાત અને બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. રાધનપુર પોલીસ સ્ટેશન દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
રીપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300