કેનેડામાં જગદીશ ત્રિવેદીનાં કાર્યક્રમ દ્રારા શ્રદ્ધા હોસ્પિટલ-બોરસદને પંદર લાખ રુપિયાનું દાન

કેનેડામાં જગદીશ ત્રિવેદીનાં કાર્યક્રમ દ્રારા શ્રદ્ધા હોસ્પિટલ-બોરસદને પંદર લાખ રુપિયાનું દાન
કેનેડાનાં ઓન્ટેરીયો રાજ્યમાં આવેલા ૨૪ ગામ પાટીદાર સમાજ દ્રારા પોતાના વતન બોરસદની શ્રદ્ધા હોસ્પિટલ માટે જગદીશ ત્રિવેદીના કાર્યક્રમનું આયોજન થયું હતું.
તા. ૨૨/૩/૨૦૨૫ શનિવારે સાંજે ઈટોબીકો શહેરનાં શ્રૃંગેરી બેન્કવેટ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ૨૪ ગામ પાટીદાર સમાજ ઉપરાંત અન્ય જ્ઞાતિના મળી કુલ ૪૫૦ લોકો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં કુલ ૨૫,૫૦૦ કેનેડિયન ડોલર એટલે કે ૧૫,૩૦,૦૦૦/- પંદર લાખ ત્રીસ હજાર રૂપિયા જેવી માતબર રકમ એકત્ર થઈ હતી.
આ કાર્યક્રમમાં મહેન્દ્રભાઈ પટેલ, ઈન્દુબેન પટેલ, રશ્મિકાંત પટેલ, બ્રિજેશ પટેલ, મયુર પટેલ, નૈનેશ પટેલ તેમજ દેવેન્દ્ર પટેલ તેમજ તમામ કમિટિ સભ્યોએ ખૂબજ જહેમત ઉઠાવી હતી. મનસુખ પટેલ અને જગદીશ પટેલે રસોડામાં સુંદર સેવા કરી હતી.
સૌપ્રથમ જગદીશ ત્રિવેદી તરફથી એક લાખ રુપિયાનું દાન જાહેર થયા બાદ નટુભાઈ પટેલ (ડીન), જયસીલ પટેલ (ગુજરાતી ફૂડ), કમલ ભારદ્વાજ ( લોટસ ફયુનરલ હોમ ) રાજુભાઈ પટેલ (એસ્સો ગેસ સ્ટેશન) શિતુલ પટેલ (રીઅલટર ), કમલેશ પટેલ ( SNR પ્રિન્ટિંગ ) નંદીશ શેઠ (સ્પેરો ઈન્વેસ્ટમેન્ટ ) તથા ઉમેશ ભાવસાર ( કેનેડીયન કોર્પોરેશન) કેતન અમીન (સ્ટેક પેન્કેક ) જેવા ઉદારદીલ દાતાઓ તરફથી દાનની સરવાણી વહેતી થઈ હતી. આમ કેનેડાથી કરૂણાની ગંગા છેક બોરસદ સુધી પહોંચી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300