જૂનાગઢ જિલ્લાના વિવિધ દેવ સ્થાનોના દર્શન કરીને ધન્યતા અનુભવતા કેન્દ્રીય મંત્રીશ્રી

જૂનાગઢ જિલ્લાના વિવિધ દેવ સ્થાનોના દર્શન કરીને ધન્યતા અનુભવતા કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા
કેન્દ્રીય મંત્રીશ્રીએ સમઢિયાળાના ગંગેડી આશ્રમ, ખોરાસાના સુપ્રસિદ્ધ તિરૂપતિ બાલાજી મંદિર અને સોનલધામ મઢડાના ભાવપૂર્વક દર્શન કર્યા
કેન્દ્રીય મંત્રીશ્રીએ ગ્રામજનો સાથે સંવાદ સાધી તેમના પ્રશ્નોના નિરાકરણ માટે પરામર્શ કર્યો
જૂનાગઢ : કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ આજે જૂનાગઢ જિલ્લાના વિવિધ દેવસ્થાનોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
કેન્દ્રીય મંત્રીશ્રીએ સમઢિયાળા ગંગેડી આશ્રમ, ખોરાસામાં આવેલ સુપ્રસિદ્ધ તિરૂપતિ બાલાજી મંદિર, સોનલધામ મઢડાના ભાવપૂર્વક દર્શન કર્યા હતા.
આ ઉપરાંત તેઓશ્રીએ લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ ગામોની મુલાકાત લીધી હતી અને ત્યાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉપસ્થિત ગ્રામજનો સાથે સંવાદ સાધી તેમના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે પરામર્શ કર્યો હતો. આ સાથે જ પ્રશ્નોના ઝડપી નિરાકરણ આપવાની ખાતરી આપી હતી.
આ તકે વિવિધ પદાધિકારીશ્રીઓ, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, અરજદારશ્રીઓ અને બહોળી સંખ્યામાં સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300