સુરેન્દ્રનગર : હરીપરમાંથી તાંબાના વાયરની ચોરી કરનાર 4 આરોપીઓ ઝડપાયા

સુરેન્દ્રનગર : હરીપરમાંથી તાંબાના વાયરની ચોરી કરનાર 4 આરોપીઓ ઝડપાયા
Spread the love

સુરેન્દ્રનગર : હરીપરમાંથી તાંબાના વાયરની ચોરી કરનાર 4 આરોપીઓ ઝડપાયા

તાંબાના કેબલની ચોરીનો ભેદ ઉકેલાયો:સુરેન્દ્રનગરના હરીપરમાંથી ડીપી તોડી 70 કિલો તાંબાના વાયરની ચોરી કરનાર 4 આરોપીઓ ઝડપાયા

હારીજ પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના હરીપર (ધ્રાંગધ્રા) ગામની સીમમાંથી વીજ ચોરીના ગુનામાં ચાર શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓએ ઇલેક્ટ્રિક ડીપી (ટીસી) તોડીને તાંબાના કેબલની ચોરી કરી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે જશવંતપુરા કેનાલ પાસે નાકાબંધી કરવામાં આવી હતી. પોલીસે એક ઈકો ગાડી (GJ-24-AA-1295) અને એક મોટરસાયકલ (GJ-24-AT-2992)ને રોકી તપાસ કરતા તેમાંથી 70 કિલો બાળેલા તાંબાના વાયર મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં તાંબાના વાયર, વાહનો અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે.
પકડાયેલા આરોપીઓમાં સુરેશભાઈ છગનભાઈ ઠાકોર, મહેશભાઈ બાબુભાઈ ઠાકોર (બંને અમરાપુર-સમી), મહેશભાઈ ઉર્ફે રામુ ભગવાનભાઈ ઠાકોર (ગડસઈ-સાંતલપુર) અને રાજેશભાઈ બાબુભાઈ ઠાકોર (અમરાપુર-સમી)નો સમાવેશ થાય છે.
આ કાર્યવાહી પાટણ જિલ્લા પોલીસ વડા વી.કે. નાયી અને નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ, પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. શાહના નેતૃત્વમાં હારીજ પોલીસે કરી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!