હારીજ નગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના વિરોધ વચ્ચે બજેટ રજૂ કરાયું…

હારીજ નગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના વિરોધ વચ્ચે બજેટ રજૂ કરાયું…
Spread the love

હારીજ નગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના વિરોધ વચ્ચે બજેટ રજૂ કરાયું…

હારીજ નગરપાલિકાની સામાન્ય સભામાં ૮.૧૮ કરોડનું પુરાતવાળું બજેટ કોંગ્રેસના વિરોધ વચ્ચે રજૂ કરાયું…

હારીજ નગર પાલિકા સભાખંડ ખાતે નવીન ચૂંટાયેલ સભ્યો તથા પ્રમૂખ ધરતીબેન ઠકકર ચીફ ઓફિસર આશિષભાઇ દરજી ઉપ પ્રમૂખ કિંજલબેન મહેતાના અઘ્યક્ષ સ્થાને પ્રથમ સામાન્ય સભા યોજાઈ જેમાં રીવાઇઝ બજેટ ૧૬.૮૦ આવક ૧૬.૨૬.ખર્ચ ૫.૮૦ કરોડ પુરાત ૨૦૨૫-૨૬ ૨૮.૪૭ કરોડ જેમા અંદાજિત આવક ૨૨.૨૪ જેમા ૧૯.૮૬ ખર્ચ આમ ૮.૧૮ કરોડ પુરાત બજેટ રજૂ કરવામાં આવ્યુ હતુ જેમા ૧૮ ભાજપના સભ્યોએ સંમતી આપી હતી જ્યારે કૉંગ્રેસના ૬ સભ્યો અ.સંમતી દર્શાવી હતી . નગરના નવીન વિકાસ કામોના એજન્ડા મૂજબ લેગેસી વેસ્ટ પ્રોજેક્ટ વિવેકાધિન ૨૦૨૫-૨૬ અયોજન હોડિંગ્સ ટેન્ડર નવા વાર્ષીક ભાવો વરસાદી પાણી નિકાલ સ્ટ્રોમ વૉટર લાઇન હાઈવે વિસ્તારમા નવીન વૉટર વર્કસ પ્રોજેક્ટ નગર પાલિકા હદ વિસ્તાર ગોકુલ નગર નવીન પાણીની ટાંકી જેવા વિકાસ કામોની ચર્ચા વિચારણા કરી હતી તેમજ પ્રમૂખ સ્થાને થી વન નેસન વન ઇલેક્શન ઠરાવ બહુમતી થી પ્રસાર કરવામાં આવ્યો હતો પ્રથમ સામાન્ય સભામા ચૂંટાયેલ નવીન સદસ્યો દ્વારા નગરના વોર્ડ વિસ્તારોમાં મા પીવાનું પાણી પુરતું મળી રહે નગર પાલિકા દ્વારા પાણી છોડવાનો ચોકસ સમય નક્કી કરવામાં આવે ઠેર ઠેર ઉભરાતી અંડર ગ્રાઉંડ ગટરની ગંદગી દુર કરવાની માગ ઊઠી હતી તેમજ નગરનો મુખ્ય બજાર રોડ ઉબડ ખાબડ હોઇ સત્વરે રિપેરિંગ કરવાની ચૂંટાયેલ સદસ્યો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી . ચીફ ઓફિસર આશિષભાઈ દરજીએ જણાવ્યુ હતુ કે અંડર ગ્રાઉન્ડ ગટર ફેઝ ટુ કામગિરી ટૂંક સમયમા શરૂ થવા પામશે તેમજ મંજુર થયેલ વિકાસ કામોની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવશે. ….

બોક્સ… આજરોજ હારીજ નગરપાલિકા ખાતે મળેલ સામાન્ય સભામાં વિરોધ પક્ષના નેતા ધીરુજી ચૌહાણ તથા વિપક્ષ સદસ્યોએ ચાર જેટલા કામોના મુદ્દામાં અસમતી દર્શાવી હતી જેમાં વર્ષ 2025 /26 ના વર્ષનું અંદાજપત્ર તેમજ વર્ષ 2024 /25 ના વર્ષનું રીવાઈઝ અંદાજપત્ર વંચાણે લેવા બાબત તથા હોર્ડિંગ પ્રક્રિયા અંગે ચર્ચા વિચારણા તેમજ મળતીયાઓને ટેન્ડર ન ફાળવવા બાબતે અસમતી દર્શાવી હતી. હારીજના ગોકુલ નગર વિસ્તારમાં આવેલ વોટરવર્ક્સની જર્જરીત પાણીની ટાંકી પાડી અને નવી ટાંકી બનાવવામાં આવે તે અંગેની ચર્ચા વિચારણા મુદ્દે ધીરુજી ચૌહાણ ને જણાવ્યું હતું કે સૌપ્રથમ તો ખાડડી ભીલવાસ વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી કાર્યરત કરવામાં આવે
તેમજ બંને પાણીની ટાંકીઓ નજીક વિસ્તારમાં હોવાથી જે નવીન ટાંકી બનાવવાની પ્રક્રિયા છે તે જે તે જરૂરિયાત વિસ્તારની અંદર સર્વે કરી નવી ટાંકી બનાવી આપવામાં આવે જેથી કરીને ભવિષ્યના સમયમાં પાણીની કટોકટીના સર્જાય .આગામી સમયમાં હારીજ નગરમાં થનાર વિકાસના કામોની ટેન્ડર પ્રક્રિયામાં તમામ સદસ્યોને વિશ્વાસમાં લઈ તમામ કામો પારદર્શકતાથી કરવામાં આવે તેમ જણાવ્યું હતું….

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!