જૂનાગઢની જનતા તથા સંસ્થાઓએ વધુમાં વધુ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવા અનુરોધ

ઉનાળાની સિઝનમાં જૂનાગઢની જનતા તથા બ્લડ ડોનેશન માટે કાર્યરત સંસ્થાઓએ વધુમાં વધુ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવા અનુરોધ
જૂનાગઢ : ઉનાળાની સિઝનમાં બ્લડ ડોનેશન કેમ્પ ઓછા થતા હોવાથી સિવિલ હોસ્પિટલ બ્લડ સેન્ટર ખાતે દર્દી માટે જરૂરી લોહીની અછત વર્તાઈ શકે છે. આવી અછતના સર્જાય તે માટે અગમચેતીના ભાગરૂપે જૂનાગઢની જનતા તથા બ્લડ ડોનેશન માટે કાર્યરત એનજીઓ (બિનસરકારી સંસ્થા)ને અપીલ કરવામાં આવે છે કે વધુમાં વધુ બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવું અથવા જે સ્થળ પર કેમ્પ ચાલુ હોય ત્યાં વધુમાં વધુ સ્વૈચ્છિક રક્તદાતા દાન કરવા માટે પ્રોત્સાહિત કરવા જણાવવામાં આવે છે. જેથી સિવિલ હોસ્પિટલના દર્દીઓ તથા થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને જરૂરી લોહી સમયસર મળતું રહે. એમ જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ તબીબી અધિકક્ષકની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300