વામનબંધુ ફાઉન્ડેશન અને સિનિયર સિટીઝન ફોરમ – કરમસદ દ્વારા સન્માન સમારોહ યોજાયો

વામનબંધુ ફાઉન્ડેશન અને સિનિયર સિટીઝન ફોરમ – કરમસદ દ્વારા સન્માન સમારોહ યોજાયો
Spread the love

વામનબંધુ ફાઉન્ડેશન , આણંદ અને સિનિયર સિટીઝન ફોરમ , કરમસદ ના ઉપક્રમે સિનિયર સિટીઝન સેન્ટર , કરમસદ ખાતેવામનબંધુ ફાઉન્ડેશનના પ્રમુખ દલસુખભાઈ પ્રજાપતિ અને કરમસદ ફોરમના પ્રમુખ હરિકૃષ્ણ ભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સન્માન સમારોહ અને સંગીત સંધ્યા નો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે વામનબંધુ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ બારમા સર્વજ્ઞાતિસમૂહ લગ્નોત્સવમાં સિનિયર સિટીઝન ફોરમ – કરમસદ ના હોદ્દેદારો દ્વારા તેમનો હોલ નિ:શુલ્ક વપરાશ માટે આપેલ હોવાથી વામનબંધુ ફાઉન્ડેશન ના હોદ્દેદારો દ્વારા તેમનો આભાર માની સન્માન કરવામાં આવ્યું હતું. સિનિયર સિટીઝન ફોરમ – કરમસદ ના પ્રમુખ હરિકૃષ્ણભાઈ બી. પટેલ , મંત્રી કાન્તિભાઈ બી. પારેખ, ખજાનથી વિનુભાઈ જી. પટેલ અને ટ્રસ્ટી નરેન્દ્રભાઈ આર. પટેલનું વામનબંધુ ફાઉન્ડેશન ના પ્રમુખ દલસુખભાઈ પ્રજાપતિ , ટ્રસ્ટી લા. દિપકભાઈ કે. શાહ , સલાહકાર સભ્ય કૃષ્ણકાંત જી. શાહ ( પ્રમુખ : સિ. સિ. ફોરમ – આણંદ,) સુનિલભાઈ એન. પટેલ ( પ્રમુખ: જલારામ અન્નપૂર્ણા માનવ સેવા સમિતિ – મોગરી ) રીટાયર્ડ ઇનકમટેક્ષ ઓફિસર ભીખુભાઈ પ્રજાપતિ , રાવજીભાઈ ભોઈ દ્વારા ઉપરણાથી સન્માન કરવામાં આવ્યું હતું .
આ પ્રસંગે લાયન્સ ક્લબ કરમસદ ના પ્રમુખ સેજલબેન પંચાલ, મંત્રી ડોલીબેન પટેલ અને પ્રકાશભાઈ ગજજર તેમજ રીતેષ પંચાલનું વામનબંધુ ફાઉન્ડેશ દ્વારા ઉપરણાથી સન્માન કરાયું હતું. લાયન્સ ક્લબ કરમસદના હોદ્દેદારો એ વામનબંધુ ફાઉન્ડેશન ના પ્રમુખ દલસુખભાઈ પ્રજાપતિ નું સમૂહલગ્નની સરાહનીય પ્રવૃતિ બદલ સરદાર પટેલ નો ફોટો આપી સન્માન કરાયુ હતુ. વામનબંધુ ફાઉન્ડેશન દ્વારા સમૂહલગ્ન માં સહયોગ આપનાર કાર્યકરોનું પણ સન્માન કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે વામનબંધુ ફાઉન્ડેશન ના પ્રમુખ દલસુખભાઈ પ્રજાપતિ એ સમૂહલગ્ન માં સહકાર આપનાર સૌ કાર્યકરો ની સરાહના કરીને સંસ્થાની ગતિવિધિ આપી હતી.
આ પ્રસંગે વામનબંધુ ફાઉન્ડેશન ના ટ્રસ્ટી લા. દિપકભાઈ કે. શાહે પ્રસંગોચિત પ્રવચન કર્યુ હતુ.
શિવસાગર મ્યુઝિકલ પાર્ટીના કલાકારો અનિલ ઇનામદાર , યોગેશભાઈ પારેખ, નિલેશભાઈ પટેલ , ભાવિનાબેન પટેલ અને પિયુષભાઈ પંચાલે જુના ફિલ્મી ગીતો રજૂ કરી સૌને આનંદવિભોર કરી દીધા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં મંચસ્થ મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યુ હતુ.
સિ.સિ. ફોરમ – કરમસદ ના મંત્રી કાન્તિભાઈ પારેખે સ્વાગત પ્રવચન કર્યુ હતુ. અને નિવૃત ઇન્કમટેક્ષ ઓફિસર ભીખુભાઈ પ્રજાપતિએ આભારવિધિ કરી હતી.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!