ડીસા રૂરલ પોલીસની હદ મા એલસીબીએ સપાટો બોલાવ્યો..

ડીસા રૂરલ પોલીસની હદ મા એલસીબીએ સપાટો બોલાવ્યો..
દિપ રેસીડેન્સી સોસાયટીમાંથી ક્રિકેટનો સટ્ટો રમતા 8 નબીરાઓને ઝડપી પાડ્યાં..
આટલો મોટો ક્રિકેટ મેચનો સટ્ટો રમાતો હોય તો સ્થાનિક રૂરલ પોલીસ અજાણ કેવી રીતે હોઈ શકે..
ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આખોલ ગામની સીમમાંથી આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચ પર ઓનલાઇન આઇ.ડી.ઓ વડે રૂપિયાની હારજીતનો ક્રિકેટ સટ્ટાનો જુગાર રમતા ઇસમોને જુગાર રમવાના ઇલેક્ટ્રોનિક ઉપકરણો તથા સાધનિક દસ્તાવેજ મળી કુલ કિં.રૂા. ૪,૫૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ૦૮ આરોપીઓને પકડી પાડી લોકલ ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી હાથ ધરી.બનાસકાંઠાચિરાગ કોરડીયા પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જીલ્લાપોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સાહેબ નાઓએ દારૂ/ જુગારની પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય.
જે સુચના અન્વયે એ.વી.દેસાઇ પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી.પાલનપુરનાઓના માર્ગદર્શન મુજબ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાતમી હકીકત આધારે આખોલ મોટી ગામની સીમમાં આવેલ દિપ રેસીડન્સી સોસાયટીમાંથી હાલમાં ભારતમાં ચાલી રહેલ આઇ.પી.એલ. – ૨૦૨૫ ની ક્રિકેટ મેચ પર ઓનલાઇન સોફ્ટવેર તથા અલગ-અલગ આઇ.ડી.ઓ વડે રૂપિયાની હારજીતનો જુગાર રમીરમાડતા કુલ ૦૮ ઇસમોને ઇલેક્ટ્રીક ઉપકરણો તથા સાધનિક દસ્તાવેજો મળી કુલ કિં.રૂા. ૪,૫૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આઇ.ડી. પૂરી પાડનાર તથા બેન્ક એકાઉન્ટની સવલત પુરી પાડનાર તથાા ક્રિકેટ સટ્ટો રમાડનાર મળી કુલ ૧૨ ઇસમો વિરૂધ્ધમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી જ્યારે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં દિપ રેસીડેન્સી સોસાયટીમાં ક્રિકેટ મેચનો સટ્ટો રમાતો હોવાથી ડીસા રૂરલ પોલીસ અજાણ કેવી રીતે હોઈ શકે છે જેને લઇને પણ સવાલો ઉભા થાય છે..
પકડાયેલ આરોપીઓ :–
(૧) વિરદીપ જયંતીલાલ ઠકકર ઉવ.૨૬ રહે.ડીસા ઓમપાર્ક સોસાયટી,મકાન નં.૪૨ તા.ડીસાવાળા મૂળ રહે.મુડેઠા તા.ડીસા જી.બનાસકાંઠા.
(૨) વિક્રમભાઇ રમેશભાઇ ચૌહાણ (ઠાકોર) ઉવ.૨૪ ધંધો.અભ્યાસ રહે.ચોરા તા.ધાનેરા જી.બનાસકાંઠા.
(૩) રણજીતભાઇ લાલાભાઇ કુમરેચા ઉવ.૨૪ ધંધો.છીડીવાડી તા.ધાનેરા જી.બનાસકાંઠા.
(૪) ભાવસિંહ દશરથજી સોલંકી ઉવ.૨૯ રહે.કંસારી વિધ્યુત સબ સ્ટેશન સામે તા.ડીસા.
(૫) કરશનભાઇ બળવંતજી ચૌહાણ ઉવ.૧૯ રહે.ચોરા તા.ધાનેરા જી.બનાસકાંઠા.
(૬) રાહુલજી જાંમાજી પરમાર ઉવ.૨૦ રહે.મહાદેવીયા તા.ડીસા.
(૭) રાજેશભાઇ ભુરાભાઇ ચૌહાણ ઉવ.૨૦ રહે.ચોરા તા.ધાનેરા જી.બનાસકાંઠા.
(૮) રાકેશ ચંદુજી ઠાકોર ઉવ.૨૩ રહે.ઠાકોરવાસ ચંડીસર તા.પાલનપુર.
.પકડવાના બાકી આરોપીઓ :-
(૧) આકાશભાઇ ઉર્ફે એલેક્સ વાડીલાલ ઠકકર રહે.મામવાડા તા.સિધ્ધપુર હાલ રહે.મુંબઇ.
(૨) તુષાર વાડીલાલ ઠક્કર રહે. મામવાડા તા.સિધ્ધપુર હાલ રહે.મુંબઇ.
(૩) મનોજભાઇ ચેલાજી કસ્તુરજી પુરોહીત રહે.ડીસા મોઢેશ્વરી સોસાયટી વિશ્વકર્મા પ્રાથમીક શાળા પાસે તા.ડીસા.
( (૪) કિશનકુમાર બાબુભાઇ ચૌહાણ રહે.સોનેથ તા.રાધનપુર.
કબ્જે કરેલ મુદ્દામાલ :-
લેપટોપ નંગ-૩, કિં.રૂા. ૭૦,૦૦૦/-
અલગ-અલગ બેન્કની એકાઉન્ટની પાસબુક નંગ- 4. ૧૯, કિં.રૂા. ૦૦/- મોબાઇલ ફોન નંગ-૨૪, કિ.રૂા. ૩,૮૫,૦૦૦/-અલગ-અલગ બેન્ક એકાઉન્ટની ચેકબુક નંગ- ૧૮, ७.३८.००/-એલજીરા હેવીલા રંસ અલગ-અલગ બેન્ક એકાઉન્ટના ડેબીટ કાર્ડ નંગ- 6. ૪૪, કિં.રૂા. ૦૦/-1 ડેબીટ કાર્ડ નંગ-સિદેહત્યęયોપર્ડીંગણનો વિથસાડાયરી નગ- સામા સારૂનું બોલપેન નંગ-૧), કિં.રૂા. ૦૦/-કોલેજ બેગ-૨, કિં.રૂ. ૦૦/-મોબાઇલ ચાર્જર નંગ- નંગ- ૪, કિં.રૂા. ૦૦/-મોલીસ ટ્રોલી બેગ – ૧, કિં.રૂા. ૦૦/-મકાનના આધાર પુરાવા તરીકે મેળવેલ મકાનનુ લાઇટ બિલ, કિં.રૂા. ૦૦/-લાઇટનું સ્વીચ બોર્ડ નંગ- ૧, કિં.રૂા. ૦૦/-
રીપોર્ટ મહાવીર શાહ ડીસા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300