રાધનપુર : સગીરાનું અપહરણ,દુષ્કર્મ ના આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી…

રાધનપુર : સગીરાનું અપહરણ,દુષ્કર્મ ના આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી…
રાધનપુરમાં સગીરાનું અપહરણ, દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી…
સ્કૂલમાં જતી સગીરાને મોટા જોરાવરપુરાના શખ્સે રિક્ષામાં ખેંચી લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું..
પાટણ જીલ્લાના રાધનપુરમાં સગીરાનું અપહરણ થયાની ઘટના બની હતી જેમાં યુવકે અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું ત્યારે આ બાબતે કોર્ટમાં કેશ ચાલી રહ્યો હતો અને આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છૅ. ફરિયાદ હકીકતના આધારે સ્કૂલમાં જતી સગીરા વયની યુવતીને મોટા જોરાવરપુરા ગામના શખ્સે રિક્ષામાં ખેંચી લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.રાધનપુર પંથકની 16 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર સમી તાલુકાના મોટા જોરાવરપુરા ગામના વિસાભાઈ લક્ષ્મણભાઈ ચૌધરીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.
રાધનપુર તાલુકાના એક ગામની 16 વર્ષની સગીરા 12 જૂન 2018ના રોજ સવારે પિતરાઈ ભાઈ સાથે બાઈક પર રાધનપુર આવી હતી.ત્યારે હાઇવે પર ઉતરીને સ્કૂલમાં દાખલો લેવા જઈ રહી હતી. ત્યારે મોટા જોરાવરપુરા ગામનો વિસાભાઈ લક્ષ્મણભાઈ ચૌધરી રિક્ષામાં ખેંચી લઈ ગયો હતો.અને ધમકી આપી પાલનપુર રોડ પર સિનાડ ગામની બાવળની ઝાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.
બાદમાં અંબા ઇન્ડસ્ટ્રીઝ પાસે છોડી ગયો હતો. સગીરા પાણી લેવા નજીકની દુકાને ગઈ ત્યારે ગામનો એક વ્યક્તિ મળ્યો હતો.તેના ફોનથી પિતાને જાણ કરી હતી. પિતા અને સંબંધીઓ સાથે દોડી આવ્યા બાદ પોલીસને જાણ કરતા આરોપીને પકડી રાધનપુર પોલીસ સ્ટેશન લાવ્યા બાદ પોલિસે વિસાભાઈ ચૌધરી સામે પોક્સો, એટ્રોસિટી એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.જૅ બાદ કેસ રાધનપુરના એડિશનલ સેશન્સ જજ અને સ્પેશિયલ પોક્સો જજ આર. આર.ચૌધરીની અદાલતમાં ચાલી જતાં આરોપીને દુષ્કર્મ પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ આજીવન કેદ અને કુલ 19હજાર દંડની સજા ફટકારાઈ હતી. તેમજ ભોગ બનનાર સગીરાને 6 લાખ વળતર ચૂકવવા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ કરાઈ હતી.આમ,આરોપી તરફથી બંને વચ્ચે ઓળખ અને પ્રેમસંબંધ હોવાનો દાવો કરાયો હતો. પરંતુ સગીરાની ઉમર 16 વર્ષ હોવાથી અદાલતે આ દલીલ નકારી કાઢવામાં આવી હતી. સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ એસ. એચ. ઠક્કરે દલીલો કરી હતી.
રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300