રાધનપુર : મીની બગદાણા ધામ શ્રી રાપરીયા હનુમાનજી મંદિરે ભવ્ય સંતવાણી યોજાઈ…

રાધનપુર : મીની બગદાણા ધામ શ્રી રાપરીયા હનુમાનજી મંદિરે ભવ્ય સંતવાણી યોજાઈ…
રાધનપુર : મીની બગદાણા ધામ શ્રી રાપરીયા હનુમાનજી મંદિરે ખ્યાતનામી કલાકારોની ઉપસ્થિતમા ભવ્ય સંતવાણી યોજાઈ…
ગોપાલ સાધુ, બિંદુ રામાનુજ, નવીન ભાટી સહિતના ગુજરાતના ખ્યાતનામી કલાકારોએ રમઝટ બોલાવી, રાધનપુરમા ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સહીત ડાયરાના દિવસે લાખોની સંખ્યામા ભાવિ ભક્તોનો પ્રવાહ…
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મહેસાણા હાઇવે પર આવેલ શ્રી રાપરીયા હનુમાનજી મંદિર જે વઢીયારની ધરામાં મીની બગદાણા ધામ તરીકે ઓળખાય છે તેવા શ્રી રાપરીયા હનુમાનજી દાદા ના ધામમાં ત્રિ દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે બીજા દિવસે શોભાયાત્રા સહીત રાત્રે 9.30 કલાકે ભવ્ય સંતવાણી- ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાતના ખ્યાતનામી કલાકારો ગોપાલ સાધુ, નવીન ભાટી, બિંદુ રામાનુજએ સંતવાણીની રમઝટ બોલાવી હતી.
રાધનપુર ખાતે શ્રી રાપરીયા હનુમાનજી શિખર પ્રતિષ્ઠા અને 20 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વઢિયાર રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ચંદુભાઇ સાધુની પ્રેરણાથી અને યુવા સંગઠન દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા. શ્રી રાપરીયા હનુમાનજી દાદાની ભવ્ય શિખર પ્રતિષ્ઠા અને અન્ય 20 મઁદિર ની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે વઢિયાર રામાનંદી સાધુ સમાજ યુવા મંડળ દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથેજ સમાજ દ્વારા ત્રણ દિવસ ગાયોને ઘાસચારો નિરવામાં આવ્યો હતો.
શ્રી રાપરીયા હનુમાનજી શિખર પ્રતિષ્ઠા અને 20 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ડ્રોનથી હનુમાજી ઉડ્યા.જે દાદાના દર્શન કરતા આ નજારો રાધનપુર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. બીજા દિવસે શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો નો પ્રવાહ જોવા મળ્યો હતો. 20 જેટલી બગીઓમા ડીજે ના તાલે અને ઘોડાઓ પર શોભાયાત્રા નીકળી હતી. જેમાં વઢિયાર રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ચંદુભાઇ.બી સાધુ ઉપ. પ્રમુખ માખણદાસ પરસુંદ સહીત મઁત્રી અને મંડળ ગણ શોભાયાત્રા મા જોડાયું હતું.સાથેજ સમસ્ત વઢિયાર રામાનંદી સાધુ સમાજના લોકો અને સાધુ સંતો સહીત રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને અન્ય રાજકીય અગ્રણીઓ હાજર રહી ત્રણ દિવસ ધાર્મિક કાર્યક્રમો નિહાળ્યો હતો.રાપરિયા હનુમાનજી મંદિર ખાતે ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમા શોભાયાત્રા, યજ્ઞ અને સંતવાણીના કાર્યક્રમો યોજાયા જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.
રાધનપુરમા ઐતિહાસિક અને પૌરાણિક વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા રાપરીયા હનુમાનજી ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો જેમા ગુજરાતના ખ્યાતનામી કલાકારો ગોપાલ સાધુ, નવીન ભાટી, બિંદુ રામાનુજ સહીતના કલાકારોએ સંતવાણીની રમઝટ બોલાવી હતી.આમ, રાધનપુર ખાતે શ્રી રાપરીયા હનુમાનજી મઁદિર ખાતે ત્રિ દિવસય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વઢિયાર રામાનંદી સાધુ સમાજના લોકો, સાધુ-સંતો, રાજકીય આગેવાનો,અને રાધનપુરની જાહેર જનતા મોટી સંખ્યામા જોવા મળી હતી.
રીપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300