મેંદરડામાં કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

મેંદરડામાં કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
જિલ્લા કલેકટરશ્રીએ કાર્યક્રમના પૂર્વ આયોજન માટે બેઠકનું આયોજન કર્યું
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં તા.૨૯ ના રોજ સભવીત સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે.જેના અનુસંધાને જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને સમગ્ર કાર્યક્રમના સુચારુ અને પૂર્વીય આયોજન માટે સમીક્ષા બેઠકનું આયોજન ક્લેકટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું.
સેવા સેતુ કાર્યક્રમ મેંદરડા તાલુકાના ૧૩ ગામોના વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ-સહાય વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત ગ્રામસભા યોજાશે .
આ ઉપરાંત સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે તમામ સ્થળો પર સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં બહોળી સંખ્યામા નાગરિકો ભાગ લેશે.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશ ઠુંમર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, અધિક નિવાસી કલેકટર શ્રી એન.એફ.ચૌધરી, વિવિધ ગામના સરપંચશ્રીઓ, તલાટી મંત્રીશ્રીઓ, અને વિવિધ કચેરીના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300