જૂનાગઢ જિલ્લામાં આગામી તા.૨૭ના રોજગાર ભરતી મેળૉ યોજાશે

જૂનાગઢ જિલ્લામાં આગામી તા.૨૭ના રોજગાર ભરતી મેળૉ યોજાશે
Spread the love

જૂનાગઢ જિલ્લામાં આગામી તા.૨૭ના રોજગાર ભરતી મેળૉ યોજાશે
જૂનાગઢ : જિલ્લા રોજગાર કચેરી, જૂનાગઢ દ્વારા માર્ચ- ૨૦૨૫ અન્વયે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળા અંતર્ગત આગામી તારીખ ૨૭/૦૩/૨૦૨૫ ના રોજ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ ઓસ્ટીન એન્જિનીયરીંગ કંપની લી, એક્ઝાકટ મશીન તથા શ્રીજી કન્સલ્ટન્સી (Tata AIA life insurance) એકમ માટે લેબોરેટરી ટેકનીશીયન, ઇન્સપેક્ટર, એન્જિનિયર, ઓપરેટર, ટ્રૈઇની એન્જિનીયર તથા ફાઇનાન્સીયલ એડવાઇઝરની જગ્યાઓ માટે ૨૧ થી ૪૫ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ સ્નાતક(B.SC. / B.E.) કે આઇ.ટી.આઇ. ડિપ્લોમા કે ડિગ્રી (ટેકનીકલ ટ્રેડ) જેવી શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ‘બી” વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, – જૂનાગઢ ખાતે તા.૨૭/૦૩/૨૦૨૫ના રોજ સવારે ૧૧:૩૦કલાકે કરવામાં આવેલ છે
પ્રસ્તુત ભરતી મેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર વાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતી મેળાના સ્થળ પર સમયસર સ્વ-ખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે. આ ઉપરાંત અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in આ વેબસાઈટના માધ્યમથી પણ ભાગ લઈ શકાય છે.
આ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન મેળવવા માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલિફોન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પર સંપર્ક કરી શકાશે. તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!