જૂનાગઢમાં કલાયમેટ ચેન્જ હ્યુમન હેલ્થની બેઠક યોજાઇ

જૂનાગઢમાં કલાયમેટ ચેન્જ હ્યુમન હેલ્થની બેઠક યોજાઇ
Spread the love

જૂનાગઢમાં કલાયમેટ ચેન્જ હ્યુમન હેલ્થની બેઠક યોજાઇ

જૂનાગઢ : જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને ક્લાયમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ ટાસ્ક ફોર્સની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે આરોગ્યલક્ષી સંસ્થાઓમાં ઓ.આર.એસપીવાનું ઠંડુ પાણીગ્લુકોઝલિકવિડ આઇવી ફ્લૂઇડ સહિતની પ્રાથમિક સારવાર કીટ અને દવાઓનો જથ્થો હોય તે આવશ્યક છે. કોઈપણ નાગરિકને હીટ વેવના લક્ષણો જણાય તો તાત્કાલિક ધોરણે નજીકના સરકારી દવાખાનામાં સારવાર લેવી જોઈએ.

આ ઉપરાંત ઠંડા પીણાબરફના ગોળાઆઈસ્ક્રીમશરબતબરફના કારખાનાખાણી પીણીની લારીઓચાપાણીની કેબિનોપાનના ગલ્લાઓનાસ્તામીઠાઈની દુકાનોમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવશે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓને બક્ષવામાં આવશે નહીં અને તેમને કડક દંડ ફટકારવામાં આવશે. શાળા કોલેજોમાં હીટ વેવની માર્ગદર્શિકા અને જાહેર સ્થળોએ આરોગ્યની માહિતીલક્ષી પત્રિકાઓનું વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. ખેતીવાડીઆરોગ્યપશુપાલન શાખા સહિતની વિવિધ કચેરીઓ દ્વારા હીટ વેવને અનુરૂપ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી નીતિન સાંગવાન સહિત સમિતિના તમામ સદસ્યો હાજર રહ્યા હતા.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!