નારી સંવેદન અભિયાન અંતર્ગત વિકાસ યોજના અધિકારી ભેસાણ દ્રારા કેમ્પનું આયોજન

નારી સંવેદન અભિયાન અંતર્ગત વિકાસ યોજના અધિકારી ભેસાણ દ્રારા કેમ્પનું આયોજન
જૂનાગઢ : મહિલાઓના હકો અને સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે નારી સંવેદન અભિયાન અંતર્ગત વિકાસ યોજના અધિકારી આઈ.સી. ડી. એસ કચેરી ભેસાણ દ્રારા વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પ તા. ૨૭/૦૩/૨૦૨૫ ના રોજ પટેલ સમાજ ભેસાણ ખાતે સવારે ૧૦:૩૦ થી ૨:૦૦વાગ્યા સુધી યોજાશે. જેમાં મહિલા પોલીસ અધિકારીઓ, કાયદા નિષ્ણાતો અને આરોગ્ય વિભાગના પ્રતિનિધિઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં નારી અદાલતના પ્રચાર-પ્રસાર માટે મહિલાઓમાં નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાની જાણકારી આપી શકાય અને,મહિલાઓને કાનૂની સહાય, સરકારની યોજનાઓ અને તેમના હકો અંગે માહિતી આપવામાં આવશે.
આ કેમ્પમા વધુમાં વધુ મહિલાઓ ભાગ અને તેમને મળતા હકો વિશે વધુ માહીતી મળે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.. વધુ માહીતી માટે બાળ વિકાસ યોજના અધિકારી આઈ.સી. ડી. એસ કચેરી ભેસાણ ખાતે સંપર્ક કરવા એક અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300