શ્રી કુકસવાડા કન્યાશાળા ખાતે વાર્ષિકોત્સવ અને ધોરણ ૮ ના વિદ્યાર્થી ઓનો વિદાય સમારંભ યોજાયો

શ્રી કુકસવાડા કન્યાશાળા ખાતે વાર્ષિકોત્સવ અને ધોરણ ૮ ના વિદ્યાર્થી ઓનો વિદાય સમારંભ યોજાયો
Spread the love

શ્રી કુકસવાડા કન્યાશાળા દ્વારા આજે શાળા વાર્ષિકોત્સવ અને ધોરણ ૮ ના વિદ્યાર્થી ઓનો વિદાય સમારંભ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.

શ્રી કુકસવાડા કન્યા શાળા દ્વારા આજરોજ તા – ૨૫/૦૩/૨૦૨૫ ના રોજ શાળા વાર્ષિકોત્સવ તથા ધોરણ ૮ ના વિદાય સમારંભ કાર્યક્રમની રંગાચંગ ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ બધા બાળકોએ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી અને આરોગ્ય કેન્દ્ર દ્વારા થતા આરોગ્યલક્ષી કાર્યોની મેડિકલ ઓફિસર શ્રી દ્વારા ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી ત્યારબાદ ગામમાં આવેલી માં ગૌસેવા હોસ્પિટલ કુકસવાડા ની મુલાકાત લીધી હતી ત્યાં ગૌસેવા હોસ્પિટલ દ્વારા થતી બીમાર ગાયોની સેવા અને સારવાર ઉપરાંત ગાય આપણને કઈ કઈ રીતે પ્રાકૃતિક ખેતીમાં તથા અન્ય વિવિધ રીતે ઉપયોગી છે તેની જાણકારી પ્રાકૃતિક કૃષિ માસ્ટર ટ્રેનર મોહનભાઈ પંડિત દ્વારા મેળવી હતી અને ત્યારબાદ મોહનભાઈ પંડિતના ગૌ કૃપા પ્રાકૃતિક ફાર્મ પર પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી મેળવી હતી અને બધા બાળકોએ પાઉંભાજી, છાશ અને સલાડનું ભરપેટ વાડી ભોજનનો આનંદ લીધો હતો અને ત્યાજ કુદરતી વાતાવરણમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!