પક્ષીપ્રેમ માટે ૧૦૦ થી વધુ કુંડા ફુલસર પ્રા શાળા દ્વારા મુકાયા

પક્ષીપ્રેમ માટે ૧૦૦ થી વધુ કુંડા ફુલસર પ્રા શાળા દ્વારા મુકાયા
હાલમાં ઉનાળાના ધગધગતા તાપની વચ્ચે ફુલસર પ્રાથમિક શાળા ફુલસર સરકારી પ્રાથમિક શાળા દ્વારા પક્ષીપ્રેમનો આદર્શ નમૂનો પૂરુ પાડતા બાળકો અને શિક્ષકોના સહિયારા પ્રયાસથી ૧૦૦ થી વધારે કુંડા શાળા દ્વારા તમામ બાળકોને આપવામાં આવ્યા. જે સમયે પાણી માટે માણસો પણ તરફડે, એવી પરિસ્થિતિમાં પક્ષીઓને પાણીની જરૂર કેમ ન હોય…? આ સહાનુભૂતિથી તમામ બાળકો આખા ગામની અંદર અલગ અલગ જગ્યાએ કુંડાઓ ની અંદર પાણી મૂકીને પક્ષીપ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું અને શાળાએ આ સરાહનિય કાર્ય કરી બતાવ્યું.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300