ડીસા : થેરવાડા ગ્રામપંચાયત ને સફાઈ માં કઈ બાબત નડે છે

ડીસા : થેરવાડા ગ્રામપંચાયત ને સફાઈ માં કઈ બાબત નડે છે
ગ્રામપંચાયત ને થેરવાડા ગામે હડકમાઈ માતાજી ના મંદિર આજુબાજુના વિસ્તારમાં સફાઈ કામગીરી કરવામાં કયો ગ્રહ નડે છે તે સમજાતું નથી આ બાબતે તલાટી કમ મંત્રી ને મૌખિક રજૂઆત કરી હતી તલાટી મંત્રી જગ્યાએ જઈ ને જોયું હતું તેમણે જણાવ્યું હતું કે એક અઠવાડિયા માં સફાઈ કરાવી દઈશ પણ એ વાત ને એક મહીનો થવા આવ્યો પણ હજી સુધી કોઈ સફાઈ ની કામગીરી કરવામાં આવી નથી
ડીસા તાલુકાના થેરવાડા ગામે હડકાઈ માતાજીના મંદિર આસપાસ ગાંડા બાવળો નું સામ્રાજ્ય ફેલાયું છે જેના કારણે મંદિરની મુલાકાતે આવતા દર્શનાર્થીઓમાં ઝેરી જંતુઓનો ભય જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આ બાબતે સ્થાનિક ગ્રામ પંચાયતને રજૂઆત કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા એક જાગૃત નાગરિકે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે.
મંદિર આસપાસ ગાંડા બાવળો નું સામ્રાજ્ય ફેલાયું છે.દર્શનાર્થીઓને ઝેરી જંતુઓનો ભય છે.ગ્રામ પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
ગ્રામજનોની માંગણી છે કે,તાત્કાલિક બાવળો દૂર કરવામાં આવે અને મંદિર પરિસરને સ્વચ્છ રાખવામાં આવે જેથી લોકો ને અગવડતા ના પડે ગામના એક જાગૃત નાગરિકે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
રીપોર્ટ : મહાવીર શાહ ડીસા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300