જુનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે

જુનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે
Spread the love

જુનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે

જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવસીયાના માર્ગદર્શન હેઠળ કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવી

કુલ ૯ ગોડાઉન અને ૩ એપીએમસી સહિત ૧૨ કેન્દ્ર પર ખરીદી કરવામાં આવશે

જિલ્લામાં કુલ ૧૧,૮૫૪ રજીસ્ટ્રેશન સાથે જૂનાગઢ જીલ્લો રજીસ્ટ્રેશન સંખ્યામાં ગુજરાતમાં પ્રથમ

ભારત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે ઘઉંનો લઘુતમ ટેકાનો ભાવ રૂપિયા ૨૪૨૫ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવેલ છે

રજીસ્ટ્રેશન ની મુદત તા.૧૬/૩/૨૦૨૫ થી વધારી તા. ૫/૪/૨૦૨૫ કરાઈ

જુનાગઢ : જુનાગઢ જિલ્લામાં સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવનાર છે.ત્યારે જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં સમગ્ર કાર્ય પદ્ધતિ નક્કી કરવામાં આવેલી હતી.જે પ્રમાણે કુલ ૯ ગોડાઉન (ખડીયા,મેંદરડા,વંથલી,ભેસાણ,વિસાવદર,માણાવદર,કેશોદ, માંગરોળ,માળીયા) તથા ત્રણ એપીએમસી (વંથલી,ભેસાણ,માણાવદર) ખાતે ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આ માટે રજીસ્ટ્રેશન ની અંતિમ તારીખ ૧૬/૩/૨૦૨૫ હતી.જે ખેડૂતોના હિતમાં વધારીને તારીખ ૫/૪/૨૦૨૫ સુધી કરવામાં આવી છે.
ખેડૂતોના રજીસ્ટ્રેશન અંગે સમગ્ર રાજ્યમાં સૌથીવધુ રજીસ્ટ્રેશન સાથે જુનાગઢ જીલ્લો પ્રથમ ક્રમે છે. ઘઉંના ટેકા નો ભાવ રૂપિયા૨૪૨૫ પ્રતીક ક્વિન્ટલ ભાવ જાહેર કરવામાં આવ્યો છે. ખરીદી કેન્દ્રો પર તમામ આનુસંગિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.ખરીદીમાં કોઈ મુશ્કેલી બાબતે ગોડાઉન મેનેજરની ખરીદ કેન્દ્ર અધિકારી તરીકે નીમવામાં આવ્યા છે. કોઈપણમુશ્કેલી બાબતે ખેડૂતો તેમનો સંપર્ક કરી શકે છે. રજીસ્ટ્રેશન કરનાર ખેડૂતોને એસએમએસ થી ખરીદ કેન્દ્ર પર આવવા માટે તારીખ અને સમયની જાણ કરવામાં આવશે.કોઈપણ મુશ્કેલી માટે હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ જાહેર કરવામાં આવેલ છે.ખરીદી સમયે ખેડૂતે પોતાનો આધારકાર્ડ/ઓળખ પત્ર સાથે રાખવાનું રહેશે.જથ્થો બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ ખરીદવામાં આવશે.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!