ખંભાતની નગરા પ્રાથમિક શાળામાં ગામજનોની હાજરીમાં વાર્ષિકોત્સવનું આયોજન થયું

ખંભાતની નગરા પ્રાથમિક શાળામાં ગામજનોની હાજરીમાં વાર્ષિકોત્સવનું આયોજન થયું
ખંભાત નજીકની નગરા પ્રા.શાળા ખાતે દાતાઓ અને ગામજનોની વિશાળ હાજરી સાથે ઉત્સાહભેર વાર્ષિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક શાળા નગરા ખાતેના આ કાર્યક્રમમાં દૂધ ઉત્પાદક મંડળી નગરાના ચેરેમેન દેવેન્દ્રભાઈ પટેલ ,ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ વિજયસિંહ ગોહિલ તેમજ શિક્ષક સંઘના હોદેદરો,નગરા સરપંચ ધનજીભાઈ ,રમેશભાઈ પટેલ તેમજ દાતાઓની હાજરીમાં હર્ષોલ્લાસભર વાર્ષિકોત્સવ યોજાયો.
જેમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો, નાટકો પ્રસ્તુત કર્યા. બાળકોની અવ્યક્ત ક્ષમતાઓને ઉજાગર કરતો આ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભર્યો રહ્યો.
કાર્યક્રમમા હાજર રહેલ તમામ અતિથિઓનો શાળા પરિવાર તથા એસ એમ સી વતી આચાર્ય કમલેશભાઈ પટેલ એ આભાર વ્યકત કર્યો હતો.સમગ્ર કાર્યકમ નું સંચાલન સુજાતાબેન રાઠોડ અને કાનજીભાઈ ભરવાડે કર્યું હતું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300