રાધનપુર : ખાનગી લકઝરી બસમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ : બે ઈસમો ને જડપી પાડ્યા

રાધનપુર : ખાનગી લકઝરી બસમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ : બે ઈસમો ને જડપી પાડ્યા
Spread the love

રાધનપુર : ખાનગી લકઝરી બસમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ : બે ઈસમો ને જડપી પાડ્યા

રાધનપુરમાં દારૂની હેરાફેરી ઝડપાઈ:લક્ઝરી બસમાંથી 1.19 લાખનો વિદેશી દારૂ મળ્યો, બે આરોપી પકડાયા

પાટણ એલસીબી પોલીસે રાધનપુર વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે વડવાળા છાત્રાલય પાસે રોડ પર નાકાબંધી દરમિયાન એક લક્ઝરી બસને રોકી તપાસ કરી હતી.
બસની પાછળની સીટ નીચેના ગુપ્ત ખાનામાંથી વગર પાસ-પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની 765 બોટલો મળી આવી હતી. જેની કિંમત રૂ.1,19,257 છે. પોલીસે લક્ઝરી બસ (કિંમત રૂ.10 લાખ) અને બે મોબાઇલ (કિંમત રૂ.10,000) સહિત કુલ રૂ.11,29,257નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે આ કેસમાં રાજસ્થાનના બે આરોપીઓને પકડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં બાલોત્રાના ઉમારામ ઉર્ફે ઓમપ્રકાશ મેઘવાલ અને બાડમેરના વિજયકુમાર જાટનો સમાવેશ થાય છે. આ કેસમાં હજુ ચાર આરોપીઓની ધરપકડ બાકી છે. જેમાં જૂનાગઢના બિશ્નોઇ બાબુલાલ, તોફીક સલીમભાઇ દલ, સરફરાજ અબ્દુલકરીમ સમા અને જયદીપ રઘુભાઇ બોરીચાનો સમાવેશ થાય છે.
પાટણ જિલ્લામાં પ્રોહિબિશન સંબંધિત ગેરકાયદે પ્રવૃત્તિઓ દૂર કરવાની સૂચના અંતર્ગત એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી.ઉનાગરના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે રાધનપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રીપોર્ટ : અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!