૨૪- માર્ચ : વિશ્વ ક્ષય દિવસ વિશેષ : ટીબી નિર્મૂલનમાં સમગ્ર રાજ્યમાં જૂનાગઢ જિલ્લો અગ્રેસર

૨૪- માર્ચ : વિશ્વ ક્ષય દિવસ વિશેષ : ટીબી નિર્મૂલનમાં સમગ્ર રાજ્યમાં જૂનાગઢ જિલ્લો અગ્રેસર
Spread the love

૨૪- માર્ચ : વિશ્વ ક્ષય દિવસ વિશેષ

ટીબી નિર્મૂલનમાં સમગ્ર રાજ્યમાં જૂનાગઢ જિલ્લો અગ્રેસર

રાજ્યમાં સૌથી વધુ જૂનાગઢ જિલ્લાની ૩૧૧ ટીબી મુક્ત ગ્રામ પંચાયત જાહેર

વર્ષ-૨૦૨૪માં જૂનાગઢ જિલ્લામા કુલ ૮૬૨ દર્દીઓ પૈકી ૭૬૯ દર્દીઓ સ્વસ્થ થયા

જૂનાગઢ જિલ્લામાં સરેરાશ ૧ લાખની વસ્તીએ ૩૫૦૦ ગળાફાની તપાસ કરવામાં આવે છે, જે પૈકી ૬૦ થી ૭૦ દર્દીઓ પોઝીટીવ જોવા મળે છે

આ વર્ષે “હવે આપણે ટીબીને ખતમ કરી શકીએ છીએ: સમર્પિત થાઓ, રોગનિવારક કરો અને પરિણામો આપો” ની થીમ પર ક્ષય દિવસ ઉજવાશે

ખાસ લેખ – ક્રિષ્ના સીસોદિયા

જૂનાગઢ,તા.૨૩ ભૂતકાળમાં ટીબી રોગને રાજરોગ ગણવામાં આવતો હતો તેનું નિદાન અને સારવાર પણ ખુબ મુશ્કેલ હતી. પરંતુ રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન જેવા કાર્યક્રમના પરિણામે ટીબીને હરાવવો શક્ય બન્યો છે. તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે ટીબીનું નિદાન અને સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ટી.બી. એ રાજરોગ કે મહારોગ નહીં પરંતુ મટી શકે તેવો રોગ છે. વર્ષ ૨૦૨૫ ક્ષય દિવસની થીમ હવે આપણે ટીબીને ખતમ કરી શકીએ છીએ: સમર્પિત થાઓ, રોગનિવારક કરો, અને પરિણામો આપો છે.
જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૪માં ૮૬૨ જેટલા ટીબીના કેસ નોંધાયા હતા. જેમાં યોગ્ય સારવાર પરિણામે ૭૬૯ જેટલા દર્દીઓને ટીબીને હરાવીને સંપૂર્ણ સ્વસ્થ્ય બન્યાં છે. આમ, જિલ્લામાં ૮૯ ટકા જેટલો સકસેસ રેટ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ જિલલમાં ટીબી નિર્મૂલનની કામગીરીમાં રાજયમાં જૂનાગઢ જિલ્લો અગ્રેસર છે. ટીબી મુક્ત પંચાયત – ટીબી મુક્ત ભારત અન્વયે દર વિતેલા વર્ષ ને અંતે નિયત ઇન્ડીકેટર્સ ને ધ્યાનમાં રાખી જિલ્લા અને તાલુકા કક્ષાની ટીમોની જીલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં રચના કરી જીલ્લાની તમામ પંચાયતોનું મોનીટરીંગ કરવામાં આવે છે અને પ્રક્રિયાનાં અંતે કમિટી ધ્વારા ટીબી મુક્ત પંચાયત જાહેર કરવામાં આવે છે.
ગુજરાત રાજ્યમાં જૂનાગઢ જીલ્લામાં સૌથી વધારે ૩૧૧ ટીબી મુક્ત પંચાયત વિશ્વ ક્ષય દિવસનાં દિવસે જાહેર થયેલ છે. જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી અનીલ રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નીતિન સાંગવાનની અધ્યક્ષતામાં જૂનાગઢ જીલ્લાની ૧૫૪ પંચાયતને સિલ્વર કેટેગરી અને ૧૫૭ પંચાયતને બ્રોન્ઝ કેટેગરી એમ કુલ ૩૧૧ પંચાયતોને ટીબી મુક્ત પંચાયત જાહેર કરવામાં આવેલ છે.

જૂનાગઢ જિલ્લાની આરોગ્યની ટીમ –

સી.ડી.એચ.ઓ.શ્રી, ડી.ટી.ઓ., તાલુકા આરોગ્ય અધિકારી, મેડીકલ ઓફિસર, ટીબી સુપરવાઇઝર, પેરા મેડીકલ સ્ટાફ, આશા બહેનો એ ટીબી મુક્ત ભારત માટે ધનિષ્ઠ અને સનિષ્ઠ પ્રયાસો કરેલ છે.
જૂનાગઢ જિલ્લામાં તમામ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને અર્બન પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો પર વિનામુલ્યે ગળાફાની તપાસ કરવામાં આવે છે.
વર્ષ ૨૦૨૪ દરમિયાન જૂનાગઢ જિલ્લાની આંકડાકીય માહિતી જોઇએ તો કુલ દર્દીઓ ૮૬૨ પૈકી ૭૬૯ દર્દીઓ સ્વસ્થ થયા છે. સરકારશ્રીની નિક્ષય પોષણ યોજના અંતર્ગત કુલ સારવાર પરનાં ૮૭૨ દર્દીઓ પૈકી ૮૨૬ દર્દીઓને સહાયનો લાભ મળ્યો છે.

ક્ષય રોગ શું છે

ક્ષય (ટીબી) રોગ એ માઈક્રોબેકટેરીયમ ટ્યુબરક્યુલોસીસ નામના અતિ સૂક્ષ્મ જીવાણું (બેકટેરીયા) થી થતો ચેપી રોગ છે. ટીબીનો દર્દી જ્યારે ઉધરસ કે છીંક ખાય છે ત્યારે ક્ષયના જંતુઓ હવા દ્વારા રોગનો ફેલાવો કરે છે.ક્ષય (ટીબી) રોગ મુખ્યત્વે ફેફસાને અસર કરે છે. તદઉપરાંત આ રોગ નખ અને વાળ સિવાય શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે. સામાન્ય રીતે ૮૫% ફેફસાનો અને ૧૫% ફેફસા સિવાયનો ટીબી જોવા મળે છે.

મુખ્ય લક્ષણો:

બે અઠવાડીયા કે વધારે સમયથી કફ આવવો. બે અઠવાડીયા કે વધારે સમયથી તાવ આવવો.. વજનમાં નોધપાત્ર ધટાડો થવો.રાત્રીનાં સમયે પરસેવો વળવો.
ટીબી ગમે તે વ્યકિતને થઈ શકે છે. ટીબીનો રોગ ૧પ-પ૦ વર્ષની ઉમંરમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. ટીબી ચોકકસપણે મટી શકે છે.

ક્ષય રોગ અટકાવવાનાં – સારવાર માટેનાં ઉપાય:
દરેક બાળકને જન્મ સાથે બીસીજીની રસી અચુકપણે મુકાવી જોઈએ જે બાળ ટીબીને અટકાવે છે. જે લોકોને ટીબીનાં શંકાસ્પદ ચિન્હો જણાયે બે ગળફાની તપાસ અને એકસ-રે તપાસ નજીકનાં સરકારી હોસ્પિટલમાં કરી નિદાન કરાવવું જોઈએ. ટીબી જણાય તો નિયત સમય ની ટીબીની ૬ માસ કે તેથી વધારે સમયની સારવાર પુરી કરવી.

રાષ્‍ટ્રિય ક્ષય નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત લેવાતાં ધનિષ્ઠ પગલાંઓ :
૧. Cy-TB :

જેમાં ૧૮ વર્ષથી ઉપરનાં પુખ્ત વયનાં વ્યક્તિ જે પોઝીટીવ વ્યક્તિનાં સંપર્કમાં હોય એમનો ટેસ્ટ કરવામાં આવે છે અને Cy-TB પોઝીટીવ વ્યક્તિ ને ૧૨ વીક (ત્રણ માસ) માટે ટીબી રોક થામ માટે વિકલી ડોઝ આપવામાં આવે છે. જેથી ધરનાં અન્ય વ્યક્તિઓમાં રોગનો ફેલાવો અટકાવી શકાય છે.

૨. Bpal Regiment:

અતિ ગંભીર પ્રકારનાં ટીબી નાં દર્દીને ૧૮ થી ૨૦ માસની સારવારને બદલે ૬ થી ૯ માસની અતિ આધુનિક Bpal સારવાર આપવામાં આવશે.

૩. નિક્ષય મિત્ર:

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને લાયન્સ કલબ ઇન્ટરનેશનલ વચ્ચે ટીબીનાં તમામ દર્દીઓને દતક લેવા અને ન્યુટ્રિશન સપોર્ટ પુરો પાડવા માટે તા. ૦૬-૦૩-૨૦૨૫ નાં રોજ મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્યની અધ્યક્ષતામાં અને આરોગ્ય મંત્રીશ્રી, ગુજરાત રાજ્યની ઉપસ્થિતિમાં તા.૩૧/૧૨/૨૦૨૭ સુધી M OU કરવામાં આવેલ છે જેથી ટીબીનાં દર્દીને સારવારનાં સમયગાળા દરમ્યાન દવાની સાથે ન્યુટ્રિશન સપોર્ટ પણ મળશે જેથી ટીબીનો દર્દી સમયસર રોગ મુક્ત થઈ શકશે.

૪. નિક્ષય પોષણ યોજના:

નિક્ષય પોષણ યોજના અંતર્ગત ટીબીનાં તમામ દર્દીઓને માસિક રૂપિયા ૧૦૦૦/- પ્રતિમાસ લેખે સારવારનાં નિયત થયેલ સમયગાળાં દરમ્યાન ચુકવવામાં આવે છે.

૫. ટ્રીટમેન્ટ પ્રોટોકોલ:

ટ્રીટમેન્ટ પ્રોટોકોલ અંતર્ગત શોધાયેલા ટીબીનાં દર્દીને લો-રીસ્ક તથા હાય-રીસ્ક વર્ગીકરણ કરવામાં આવે છે અને તે મુજબ ૧૫ દિવસે અને ત્યારબાદ દર માસે તમામ દર્દીની તપાસ કરવામાં આવે છે જેથી દર્દી ની ક્વોલિટી ઓફ લાઈફ સુધારી શકાય અને મૃત્યુદર અટકાવી શકાય છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!