તળાજા: ગણેશ શાળા ટીમાણા દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી

તળાજા: ગણેશ શાળા ટીમાણા દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી
Spread the love

તળાજા: ગણેશ શાળા ટીમાણા દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી

ગણેશ શાળા ટીમાણા દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત તળાજા તાલુકાના P.I. એ.બી. ગોહિલ , P.S.I. શ્રી ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ એસ.કે. કામળિયા, રઘુભા રાયજાદા તથા પ્રાગજીભાઈ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા. જેમણે બાળકોને ટ્રાફિકના નિયમોની માહિતી ઉપરાંત સાયબર ક્રાઇમ અને પોલીસને લગતા કાર્યોની માહિતી આપી હતી. આ ઉપરાંત બાળકો દ્વારા ટ્રાફિક ને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. શાળાના આ કાર્યક્રમને દીપાવવા ઉપસ્થિત રહેલ મહેમાનશ્રીઓ દ્વારા પ્રશ્નોના ઉદાહરહ અને સ્પષ્ટીકરણ સાથેના ઉત્તરોએ બાળકોના જ્ઞાનમાં વધારો કર્યો હતો.
ગણેશ શાળા – ટીમાણાનાં ઉપપ્રમુખ અને જિલ્લા પંચાયત સદસ્ય શ્રી જીતુભાઈ પનોત દ્વારા પી. આઈ. એ. બી. ગોહીલ સાહેબનું શાલ અને પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવ્યા હતા. ગણેશ શાળા – ટીમાણાના આ કાર્યક્રમમાં ઊપસ્થિત સૌ મહેમાનોનો ગણેશ શાળા – ટીમાણા પરિવારે હૃદય પૂર્વક આભાર માન્યો હતો.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!