કેન્દ્રીય મંત્રી શ્રી ની પ્રેરક ઉપસ્થિતિમાં મેંદરડા ખાતે સેવા સેતુ, મેડિકલ કેમ્પ ,દિવ્યાંગ સાધન સહાય કેમ્પ યોજાયો

કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખ માંડવીયાની પ્રેરક ઉપસ્થિતિમાં મેંદરડા ખાતે સેવા સેતુ, મેડિકલ કેમ્પ ,દિવ્યાંગ સાધન સહાય કેમ્પ યોજાયો
કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે મેંદરડા તાલુકાના વિવિધ ગામોમાં રૂપિયા ૯૬ લાખના વિવિધ કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ સમારોહ સંપન્ન
પ્રજાની અપેક્ષાઓ – આકાંક્ષાઓ પરીપૂર્ણ કરવા અમારી સરકાર કટીબદ્ભ છે –
મેંદરડા ખાતેના મંજૂર થયેલ અને પ્રગતિ હેઠળના કામો સમયસર પર્ણ કરવા તાકીદ કરતા કેન્દ્રીય મંત્રીશ્રી
જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર દ્રારા આયોજિત કાર્યક્રમમાં સેવાસેતુના લાભાર્થીઓને હુકમ/પ્રમાણપત્રો અને દિવ્યાંગોને સાધન સહાય વિતરણ કરવામાં આવ્યા
જૂનાગઢ : શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખ માંડવીયાની પ્રેરક ઉપસ્થિતિમાં મેંદરડા ખાતે આજ રોજ જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર દ્રારા આયોજિત સેવા સેતુ, મેડિકલ કેમ્પ ,દિવ્યાંગ સાધન સહાય કેમ્પ યોજાયો હતો. તેમજ કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે મેંદરડા તાલુકાના વિવિધ ગામોમાં રૂપિયા ૯૬ લાખ ૪૯ હજારના વિવિધ કામોના ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
મેંદરડા તાલુકાના પટેલ સમાજ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, લોકશાહીનો સિદ્ધાંત છે કે જનપ્રતિનિધિ લોકો વચ્ચે રહી તેમની સમસ્યાઓ -મુશ્કેલીઓ સાંભળે. છેવાડાના માનવીની અપેક્ષાઓને આકાંક્ષાઓ પૂરી કરવા માટે અમારી સરકાર કટીબદ્ધ છે.
મંત્રી શ્રી એ આ તકે નાગરિકોને પ્લાસ્ટિક અને કચરો જ્યાં ત્યાં ન ફેકવા પણ અપીલ કરી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા પણ નાગરિકોને અનુરોધ કરર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગામડું એ આપણી સંસ્કૃતિ છે. ગામડું એ આપણું જીવન છે. હાલ ઘણા બદલાવ આવી રહ્યા છે. આગામી દિવસોમાં ગામડું એ ફરી વાઇબ્રન્ટ બનવાનું છે. લોકો ફરી થી સારું જીવવા ગામડાઓમાં પાછા વળવાના છે. ત્યારે ગામડું ચોખ્ખું રહે સ્વચ્છ રહે એ માટે આપણે સૌ કોઈ આપણાથી શરૂઆત કરીએ.
જિલ્લા વહિવટીતંત્ર દ્રારા આયોજિત સેવા સેતુમાં ૧૨૦૦ જેટલા લાભાર્થીઓએ સરકારની વિવિધ સહાયના ફોર્મ ભર્યા છે. જે બદલ તેમણે વહિવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.આ ઉપરાંત તેમણે મેંદરડા તાલુકાના કેટલાક મંજૂર થયેલ કામ અને કેટલાક પ્રગતિમાં રહેલા કામનો પણ ઉલ્લેખ કર્યો હતો અને તે સમયસર પૂર્ણ કરવા તાકીદ પણ કરી હતી.તેમણે અધિકારીઓ અને કર્મચારીઓને પ્રજાજનોના પ્રશ્નો પ્રત્યે સંવેદનાથી કામ કરવા પર પણ જણાવ્યું હતું. તેમજ નાગરિકોની અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવા પણ જણાવ્યુ હતુ. તેમણે સેવાસેતુ ના સફળ કાર્યક્રમ માટે વહીવટી તંત્રને અભિનંદન પણ પાઠવ્યા હતા
કાર્યક્રમના આરંભે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમરે જણાવ્યુ હતુ કે સરકાર દ્રારા દરેક લોકો માટે યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે. ત્યારે તેનો લાભ લેવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. આ તકે ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી પ્રસંગિક ઉદબોધન આપ્યું હતું.
આ તકે સ્વાગત પ્રવચન આસિસ્ટન્ટ કલેકટર અને મેંદરડાના પ્રાંત અધિકારી સુશ્રી એશ્વર્યા દુબે અને આભાર વિધિ સુશ્રીમીરા સોમપુરા એ કરી હતી.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓ ને વિવિધ લાભ, સહાય વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા સર્વે મુજબ કુલ ૧૪૪ લાભાર્થીઓને સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા ના સીએસઆર ફંડ માંથી કુલ રૂ.૫૬,૪૩,૮૦૩ ની એલીમ્કો દ્વારા તૈયાર કરાયેલ સાધન સહાય વિતરણ પૈકી મેંદરડા તાલુકાના ૮ લાભાર્થીઓને સાધન સહાય વિતરણ કરવામાં આવી હતી.તેમજ સેવા સેતુ ના લાભાર્થીઓને સહાય અને હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા.મંત્રીશ્રીના હસ્તે મેંદરડા તાલુકાના વિવિધ ગામોમાં કુલ રૂ.૯૬ લાખ ૪૯ હજારના વિકાસ કામો જેમાં રૂપિયા ૬૩.૨૩લાખના ઈ ખાતમુહુર્ત તથા રૂ.૩૩.૨૬ લાખના ઈ લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે કેન્દ્રીય મંત્રીશ્રીએ સેવા સેતુ કાર્યક્રમના સ્ટોલ અને બ્લડ ડોનેશન કેમ્પ ની મુલાકાત પણ લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે,જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ સેવાસેતુ, મેડિકલ કેમ્પ ,દિવ્યાંગ સાધન સહાય કેમ્પનો મેંદરડા તાલુકાના ૧૩ ગામોના પ્રજાજનોએ વિવિધ સેવાઓનો લાભ લીધો હતો.
આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, નિવાસી અધિક કલેકટર એન.એફ.ચૌધરી,જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતીન સાંગવાન,એસપી શ્રી રોહિત ડાગર,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી, મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જયકિશનભાઇ માંકડીયા, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા, મેંદરડા સરપંચ શ્રી જયાબેન ખાવડુ,જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન શ્રી કીરીટભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300