વડગામ ખાતે લિંબડા ના મોર નું વિના મુલ્યે વિતરણ કરવામાં આવશે

વડગામ ખાતે નિમ્બપુષ્પ રસપાન (લીમડાના મોર) કેમ્પ યોજાશે.
સરકારી આયુર્વેદ હોસ્પિટલ, વડગામ ખાતે તા. ૩૧/૦૩/૨૦૨૫ ના સોમવારના રોજ (ચૈત્ર સુદ બીજ) થી તા. ૦૬/૦૪/૨૦૨૫ ના રવિવારના રોજ ( ચૈત્ર સુદ નોમ) સુધી સાત દિવસ સવારે ૯:૦૦ થી ૧૧:૦૦ સુધી નિમ્બપુષ્પ રસપાન (લીમડાના મોર) નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ચૈત્ર માસને ઋતુઓનો સંધિકાળ માનવામાં આવે છે માટે આ મહિનામાં રોગ પેદા કરનાર કીટાણું અને વાયરસ વધુ સક્રિય રહે છે તથા લીમડો શીત વિર્ય હોવાથી શરીરમાં એના ફૂલોનો રસ એકદમ ઠંડક આપે છે. આથી ચૈત્ર માસમાં સાત દિવસ લીમડાના ફૂલોનો રસપાન કરવાથી રોગ પ્રતિકારક શક્તિનો વધારો થાય છે તથા આખું વર્ષ તાવ, તરિયો આવતો નથી.
જે સંદર્ભે લોકો નું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે તાલુકાની સર્વ જનતાને આ રસપાનનો સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300