વડગામ એપીએમસી માં પાણીની પરબ નું લોકાર્પણ કરવામાં આવ્યું.

વડગામ એપીએમસી માં પાણીની પરબ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Spread the love

વડગામ એપીએમસી માં પાણીની પરબ નું લોકાર્પણ કરવામાં આવ્યું.

વડગામ એપીએમસી પટાંગણમાં નવિન પાણી ની પરબ નું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં શનિવારે ચેરમેન પરથીભાઈ હાથીભાઈ લોહ પસવાદળ ની અધ્યક્ષતામાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન માં ચેરમેન પરથીભાઈ એ જણાવ્યું હતું કે પરબ વિનામુલ્યે પાણી વિતરણની વ્યવસ્થા છે, જ્યાંથી રાહદારી નાત-જાતનાં ભેદભાવ વગર પાણી પી શકે છે. એપીએમસીમાં દૂર દૂર થી આવતાં ખેડૂતો, મુલાકાતીઓ માટે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તેવોએ વધુ માં જણાવ્યું કે સામાન્ય રીતે આવી પરબોનું સંચાલન સખાવતી સંસ્થાઓ, વ્યક્તિગત દાતાઓ અથવા કોઇ સંંત અથવા ધાર્મિક સ્થળોની જગ્યાએ થતું હોય છે. ગુજરાત,રાજસ્થાનમાં આવી પરબો ઠેર ઠેર જોવા મળે છે. ડિરેક્ટર કે.સી. કોરોટ, સહિત ઉપસ્થિત ડિરેકટરો એ પ્રાસંગિક વિચારો વ્યક્ત કર્યા હતા. સેક્રેટરી માંઘજીભાઈ ધુળીયા એ સ્વાગત પ્રવચન કર્યું હતું, ચેતનભાઈ ગોળે આભાર વિધિ કરી હતી.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!