અંબાજી – પંચાયત શોપિંગ સેન્ટર ની દુકાનો ના વેરા બાકી રહેતા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઇ…

અંબાજી – પંચાયત શોપિંગ સેન્ટર ની દુકાનો ના વેરા બાકી રહેતા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઇ…..
કાર્યવાહી માં ૫ દુકાનો ને સીલ કરાઈ….
વારંવાર વેરા બાબતે નોટિસો આપવા છતા ધ્યાને ના લેતા છેવટે કાર્યવાહી શરૂ કરાઈ….
યાત્રાધામ અંબાજી ખાતે આજરોજ ગ્રામપંચાયત ના વહીવટદાર , તાલુકા વિકાસ અધિકારી અને ટીમ સાથે ગામ માં બાકી રહેતા વેરા વાળા દુકાન ધારકો ની દુકાનો ને સીલ મારવાની કાર્યવાહી હાથધરવામાં આવી હતી.
પંચાયતી રાજ માં ગામ ની સ્થાનિક પ્રજા દ્વારા બાકી વેરા બાબતે પંચાયત દ્વારા નાણાકીય વર્ષ ના અંતે બાકી વેરા બાબતે પાછલા ઘણા દિવસ થી જાહેરાત કરાઈ રહી હતી . જેના લીધે કાર્યવાહી થી બચવા જાગી ગયેલા પ્રોપર્ટી ધારકો દ્વારા સમય રહેતા વેરા ની ચૂકવણી કરી દેતા ગ્રામપંચાયત ને બાકી વેરા ધારકો પાસે થી લગભગ રૂપિયા ૧ લાખ સુધી ની આવક પ્રાપ્ત થઈ હતી. પરંતુ અમુક વેપારીઓ દ્વારા નોટિસ અને જાહેરાત ની અવગણના કરતા આજ રોજ તેમના પર કાર્યવાહી હાથ ધરાઇ હતી.જેમાં ગ્રામ પંચાયત ના શોપિંગ કૉમ્પ્લેક્સ ના પાંચ જેટલા દુકાનધારકો પાસે થી બાકી વેરા ની માંગણી કરતા યોગ્ય જવાબ નહીં આપતા આ પાંચ દુકાનધારકો ની દુકાનો ને સીલ કરવામાં આવી હતી.જેમાંથી અમુક વેપારીઓ દ્વારા કાર્યવાહી કરવા આવેલા સરકારી અધિકારી અને ટીમ સાથે ગેરવર્તણૂક પણ કરાઈ હતી તો કોઈક વેપારી દ્વારા વેરો ભરવા સમય ની માંગણી કરી હતી.ત્યારે સમગ્ર વર્ષ દરમિયાન વેરો ચૂકવ્યા વિના વેપાર કરતા આ વેપારીઓ ગ્રામ પંચાયત ની અવગણના કરી રહ્યા હતા.આજ રોજ બનેલ સીલ કાર્યવાહી થી બાકી વેરા ધારકો માં ફફડાટ અને સમય રહેતા વેરા ચૂકવાય તે માટે ઘટતી કાર્યવાહી થાય તે જરૂરી પણ હતું.
રિપોર્ટ.. અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300