રાધનપુર નગર પાલિકા ના ચીફ ઓફિસર 15 દિવસ રજા ઉપર ગયા..

લાંબા સમયથી સમસ્યાની વીટંબણા વચ્ચે ઘેરાયેલા નગરજનોની આશાઓ ઠગારી નીવડી…
રાધનપુર નગર પાલિકા ના ચીફ ઓફિસર 15 દિવસ રજા ઉપર ગયા..
નવા ચૂંટાયેલા સદસ્યો અને ચીફ ઓફિસર વચ્ચેનો ગજગ્રાહ ચરમ સીમાએ..
રાધનપુર નગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટી નું શાસન આવ્યા બાદ વરસો જુની સમસ્યાઓનો અંત આવશે તેવો શહેરી જનોને આશાવાદ જાગ્યો હતો.પરંતુ ગત બે વરસના વહીવટદારના શાસન દરમ્યાન પાલિકાના ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવેલ ગોટાળા બાબતે નવા ચૂંટાયેલા સદસ્યો દ્વારા તપાસ કરવાની માંગ ઉઠતા ચીફ ઓફિસર અને સદસ્યો વચ્ચે ઊભા થયેલા ગજગ્રાહ ને કારણે ચીફ ઓફિસર પંદર દિવસની રાજા ઉપર ઉતરી જતા શહેરની સમસ્યાના અંત આવશે તેવી શહેરીજનોની આશા ઠગારી નીવડી હતી.
રાધનપુર નગર પાલિકામાં વરસો બાદ ભારતીય જનતા પાર્ટીને ભારે બહુમતી સાથે શહેરીજનોએ શાસન સોંપ્યું હતું. જેમાં ગત બે વરસમાં નગર પાલિકા માં વહીવટદારના શાસન દરમ્યાન થયેલ કામગીરીની સમીક્ષા કરવા બાબતે નવા ચૂંટાયેલા સદસ્યો દ્વારા પ્રથમ સામાન્ય સભા દરમ્યાન મૌખીક માંગ ઉઠાવી હતી.જ્યારે ઇમકેટ ફી અંગેના કેસ બાબતની તપાસ કરવા બાબતે પણ કેટલાક સદસ્યો દ્વારા લેખિત માંગ કરવામાં આવી હતી.અને કોંગ્રેસના સદસ્ય દ્વારા છેલ્લા બે વરસમાં કરવામાં આવેલ તમામ કામગીરીની સમીક્ષા કરવા લેખિત માંગ કરવામાં આવી હતી. ગત બે વરસના વહીવટ દારના શાસન દરમ્યાન ખુબ મોટા પ્રમાણમાં ગોટાળા કરવામાં આવ્યા હોવાનું નવા ચૂંટાયેલા સદસ્યો વચ્ચેની વાતચીત માં સાંભળવા મળતું હતું. ગત બે વરસમાં થયેલ.કામગીરી બાબતે સમીક્ષા કરવામાં આવે તો ચીફ ઓફિસર ના પગમાં રેલો આવશે તેવું પાલિકાના સૂત્રોમાંથી જણાવવામાં મળ્યું હતું.જેને લઇને પાલિકાના ચીફ ઓફિસર લાંબી રજા ઉપર ઉતરી ગયા હતા.
પ્રાથમિક સમસ્યાઓનો અંત કયારે આવશે.
ધારાસભ્ય ના રહેણાંક વિસ્તારમાં આવેલ સોસાયટી ના લોકના પીવાના મીઠા પાણીની પાઇપ લાઇનમાં બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર ચોરી કરવામાં આવતી હતી જેને લઇને વિસ્તારના લોકો પીવાના પાણીની સમસ્યા વેઠી રહ્યા છે. બજારમાં ગંદા પાણી ના નિકાલ માટે બનાવેલ ગટરો તોડી નાંખતા વેપારીઓ સમસ્યા વેઠી રહ્યા છે. શહેરમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવા છતાં પાલિકાના ચીફ ઓફિસર લાંબી રાજા ઉપર ઉતરી જતા શહેરીજનોની સમસ્યાઓનો અંત આવશે કે કેમ તે કહેવું મુશ્કેલ બન્યું છે.
રિપોર્ટ. અનિલ રામાનૂજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300