પોરબંદર : મોબાઈલ ફોન શોધી કાઢી મુળ માલિકને પરત કરતી હાર્બર મરીન પોલીસ

પોરબંદર : મોબાઈલ ફોન શોધી કાઢી મુળ માલિકને પરત કરતી હાર્બર મરીન પોલીસ
”તેરા તુજકો અપર્ણ “અંતર્ગત ગુમ મોબાઈલ અરજદારને પરત આપતા તેઓએ પોલીસનો આભાર માન્યો હતો.
ગોસા(ઘેડ): હાર્બર મરીન પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી ગુમ થયેલ રૂ. ૧૨૫૦૦ મોબાઈલ “તેરા તુજકો અર્પણ” અભિગમ અંતર્ગત મુળ માલિકને પરત સોંપવાનો કાર્યક્રમ હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવ્યો હતો.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ દ્વારા પોરબંદર જિલ્લામાં ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા અંગેની ખાસ સૂચના આપેલ હોય જે અંગે પોરબંદર ગ્રામ્ય વિભાગ ના નાયબ પોલીસ અધીક્ષક સુરજીત મહેડુ તથા હાર્બર મરીન પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એસ.ડી.સાળુંકેનાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થી ગુમ થયેલ મોબાઈલ ના અરજદારએ હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવેલ હતી. ત્યારબાદ ટેક્નિકલ સોર્ચથી ગુમ મોબાઈલ શોધી કાઢવા પ્રયત્નશીલ હતાં.
હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં આપેલ અરજી અન્વયે સરકાર દ્વારા વિકસાવવા માં આવેલ CEIR પોર્ટલ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સ ની મદદથી ગુમ મોબાઈલ શોધી કાઢી અરજદાર જીગ્નેશ ભાઈ રામજી ભાઈ મચ્છવારાઓનો વિવો કંપનીનો મોબાઈલ ફોન જેની કિંમત રૂ. ૧૨૫૦૦ની હતી તે શોધી કાઢી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારને પરત સોંપવામાં આવેલ છે
આ કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એસ. ડી.સાળુંકે તથા પોલીસ સબ ઈન્સ્પેકટર એન કે. વાઘેલા તથા એ.એસ.આઇ.બી. ડી. વાઘેલા તથા પોલીસ કોન્સ્ટેબલ પી. એન.બંધીયાનાઓ રોકાયેલા હતા.
રિપોર્ટ :- વીરમભાઈ કે. આગઠ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300