વેલકમ ચેટીચાંદ મેલા માં જામનગર સિંધી સમાજ નું માનવ મહેરામણ ની રેલમ છેલ

વેલકમ ચેટીચાંદ મેલા માં જામનગર સિંધી સમાજ નું માનવ મહેરામણ ની રેલમ છેલ
Spread the love

વેલકમ ચેટીચાંદ મેલા માં જામનગર સિંધી સમાજ નું માનવ મહેરામણ ની રેલમ છેલ : આયોલાલ ઝુલેલાલ નામ માં સમાયુ

• સમગ્ર જામનગર સિંધી સમાજે એક સાથે મળી દેશ ના વીર સપુતો ને વિરાંજલી પાઠવી સિંધુ રત્ન વિર શહીદ હેમુ કાલાણી ની જન્મ જયંતી ઉજવી

જામનગર સિંધી સમાજ ના નેજા હેઠળ એસ.એસ.ડબલ્યુ(SSW) સાંઈ પરિવાર દ્વારા વેલકમ ચેટીચાંદ મેલા નું સિંધી સમાજ ના ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલ જી ના પરમ ઉપાસક ધર્મગુરુ પરમ પુજનીય સંત શ્રી શહેરાવાળા સાંઈજી ના સાનિધ્ય માં શહીદદિન ની ઉજવણી સહિત અનેકો કાર્યક્રમો સાથે ભવ્ય આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજ નું માનવ મહેરામણ ઉમટ્યું હતું અને સમગ્ર મેલા માં હકડેઠાઠ સિંધી જ્ઞાતિજનો ઝૂમી ઉઠ્યા હતા.

આ ધાર્મિક કાર્યક્રમ ની શરૂઆત ધર્મગુરુ શહેરાવાળા સાંઇ ના શુભ કર કમલો વડે ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલ ના ભહેરાણા સાહેબ ની પવિત્ર જ્યોત પ્રજ્વલિત કરી કરવામાં આવી. સંતો ના સાનિધ્ય માં એ પાવન અવસરે આમંત્રણ ને માન આપી પધારેલ સમાજ ના ટ્રસ્ટી ગણો , વડીલો, હોદેદારો તેમજ ભારતીય જનતા પાર્ટી ના નવનિયુક્ત અધ્યક્ષા બીનાબેન કોઠારી તેમજ મનપાના શાસકપક્ષ ના નેતા આશિષભાઈ જોષી અને દંડક કેતનભાઈ નાખવા તેમજ વોર્ડ નંબર ૧૩ અને ૧૪ ના સિંધી સમાજ ના નારી શક્તિ નું ઉદાહરણ એવા નગરસેવિકા લીલાવંતીબેન ભદ્રા અને બબીતાબેન લાલવાણી ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના ચેરમેન અને સિંધી સમાજના અગ્રણી પરસોતમભાઈ કકનાણી સહિત ગુનેગારો માં કડક છાપ ધરાવતા સિટી એ ડિવિઝન ના બાંહોશ પોલીસ ઇન્સ્પેક્ટર નિકુંજસિંહ ચાવડા સાહેબ ની હાજરી માં ૨૩ માર્ચ શહીદ દિવસ હોવાથી દેશના વીર સપૂતોને સમગ્ર સિંધી સમાજે મોટી માત્રા માં એકીસાથે વિરાંજલી પાઠવી તેમજ સાથોસાથ માત્ર 19 વર્ષ ની ઉંમરે દેશ માટે પ્રાણ ન્યોછનાર સિંધુરત્ન એવા અમર શહીદ હેમુ કાલાણી ના જન્મતિથિ ૨૩ માર્ચ ૧૯૨૩ નો અવસર હોવાના નાતે તેમના જન્મજયંતિ ની પણ ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં શહીદો ની યાદ મા વકત્વ્ય સહિત ના કાર્યક્રમો યોજાયા હતા ધર્મગુરુ પરમ પુજનીય સંત શ્રી શહેરાવાળા સાંઈજી ના મુખારવિંદે આશિર્વચન અને સત્સંગ માં સમગ્ર સિંધી સમાજ ની ઉપસ્થિતિ ના માહોલ ઝુલેલાલ નામ માં સમાયો હતો. જે બાદ સમુહજ્ઞાતી ભંડારા પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો જેનો સમગ્ર સિંધી સમાજે લાભ લીધો હતો સમગ્ર કાર્યક્રમ ને રંગરૂપ આપવા અજમેર થી ખાસ પધારેલ મશહૂર સિંધી ભગત લાવી કમલ ભગત દ્વારા સિંધી પંજડા, ભગવાન ઝુલેલાલ ના ભજનો ની રમઝટ માં સમગ્ર સિંધી સમાજ હકડેઠાઠ ઝુમી ઊઠ્યો સમગ્ર જામનગર સિંધી સમાજ આયોલાલ ઝુલેલાલ ના નાદ સાથે ઇસ્ટદેવ ભગવાન ઝુલેલાલ ની ભક્તિ માં લીન થયું હતું.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!