રાધનપુર અકસ્માતની ઘટના : સીનાડ ગામ પાસે રીક્ષા પલટી મારતા ચાર લોકો ઘાયલ…

રાધનપુર અકસ્માતની ઘટના : સીનાડ ગામ પાસે રીક્ષા પલટી મારતા ચાર લોકો ઘાયલ…
પાટણ જિલ્લામા અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે રાધનપુર શહેરમાં ફરી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.રાધનપુર પાટણ રોડ ઉપર સીનાડ ગામ અને નાનાપુરા ગામ વચ્ચે રીક્ષા પલટી મારતા રીક્ષામાં બેઠેલા ચાર લોકો ઘાયલ થયાં હતા.ચારેય લોકોને 108 મારફતે રાધનપુરની સરકારી રેફરલ હોસ્પિટલના ટોમા સેન્ટર ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.
રાધનપુર થી પાટણ તરફ જઈ રહેલ રીક્ષા અંદર પેસેન્જર બેસાડ્યા હતા જૅ પેસેન્જર ભરેલ રીક્ષા પલટી મારી જતા રિક્ષામાં બેઠેલા લોકો ઘાયલ થયાં હતા.
રિક્ષામાં ઘાયલ થયેલ લોકો:-
1.)ભરતભાઈ સુભાષભાઈ ઠાકોર ઉમર 35/ ગામ.નાનાપુરા
2.)બજાણીયા ગાંડાભાઈ ઉકાભાઇ રણાવાડા ઉંમર.63
3.) શંકુબેન ગાંડાભાઈ બજાણિયા રણાવાડા ઉંમર.58
4) ગાંડાભાઈ બાજુભાઈ ઠાકોર કામલપુર ઉંમર 60
તમામ ઘાયલોને રાધનપુરની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ટોમા સેન્ટર ની અંદર સારવાર આપવામાં આવી હતી.
રિપોર્ટ.અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300