રાધનપુર શહેરને આખલાઑએ બાનમાં લીધું..રાધનપુરમા આખલાનો આતંક યથાવત..

રાધનપુર શહેરને આખલાઑએ બાનમાં લીધું..રાધનપુરમા આખલાનો આતંક યથાવત..
Spread the love

રાધનપુર શહેરને આખલાઑએ બાનમાં લીધું..રાધનપુરમા આખલાનો આતંક યથાવત..

ડો.બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળા પાસે આખલાનો આતંક,યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત..

શહેરમાં આખલા આતંકને લઈને લોકોમાં ભય,તંત્ર દ્વારા રખડતા ઢોર ડબ્બે કરવા લોક માંગ..


પાટણના રાધનપુર શહેરમા આખલા આતંક યથાવત જોવા મળી રહ્યા છે. રાધનપુરમા જાણે આખલાઑએ શહેરને બાનમાં લીધું હોય તેવું જણાઈ રહ્યું છે.રાધનપુર ખાતે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળા પાસે આખલાનો આતંક જોવા મળ્યો હતો. ડો.બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળા પાસે આખલા યુદ્ધ જામતા લોકોમાં અફરા તફરી નો માહોલ છવાયો હતો.
જયારે આ આખલાના આતંકમાં એક યુવાનને આખલાએ અડફેટમાં લેતા ગંભીર રીતે ઘાયલ થયો હતો.જયારે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.
શહેરમાં આખલા આતંકને લઈને લોકોમાં પણ હવે ભય જોવા મળી રહ્યો છે.લોકો બહાર નીકળતા પણ વિચાર કરે છે કારણ કે મોટી ઉંમરના લોકો બાળકો આ આખલા આતંક ને લઈને ભયના ઓથારે જોવા મળી રહ્યા છે.
જયારે આ વિસ્તારમા આખલા યુદ્ધ જામતા જાણે આ વિસ્તારને બાનમાં લીધું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. આ આખલા યુદ્ધ ને લઈને લોકોમાં દોડધામ મચી હતી.આખલા યુદ્ધમા યુવાનને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો અને યુવકના પગના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને લઈને યુવકના પગે ટાંકા લેવા પડ્યા હતા.
જૉ કે ઘટનાને પગલે સ્થાનિક કાર્યકર નરેશ બારોટએ રાધનપુર નગરપાલિકા પ્રમુખને જાણ કરતા નગરપાલિકા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આખલાને પકડવાની કવાયત હાથ ધરાઈ હતી.જોકે ઘટનામાં આખલાને નગરપાલિકા ની ટીમ દ્વારા પકડી લેવામા આવ્યા હતા અને પાલિકાના કર્મચારીને પણ આખલાને ડબ્બે કરતા સામાન્ય ઈજાઑ પહોંચી હતી.
અત્યાર સુધી આખલા ને કારણે રાધનપુર શહેર માં ઘણા લોકોના મોત પણ થયાં છે. ત્યારે આવી ઘટનાઓને રોકવા લોક માંગ ઉઠી છે.શહેરમા પાલિકા દ્વારા ઢોર ડબ્બે કરવાની કવાયત તેજ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!