રાધનપુરમા વાહન ચેકીંગ દરમ્યાન ગફલત ભરી રીતે મો.સાઇકલ હંકારતા ઈશમ સામે ફરિયાદ..

રાધનપુરમા વાહન ચેકીંગ દરમ્યાન ગફલત ભરી રીતે મો.સાઇકલ હંકારતા ઈશમ સામે ફરિયાદ…
રાધનપુરમા પોલીસની કામગીરી બની સક્રિય, શહેરમાં પોલીસ તંત્ર બન્યું સજાગ..
ફટાકડા ફૂટે તેવા અવાજ સાથે ઈશમ યમહાનું મૉ.સાઇકલ પર દાવ કરતા પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા હતા..
રાધનપુર ખાતે પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ દરમ્યાન ગફલત ભરી રીતે મો.સાઇકલ હંકારતા ઈશમ સામે ફરિયાદ નોંધાઈ છે.રાધનપુર પો.સ્ટે. વિસ્તારમા ના.રા. પેટ્રોલીંગમાં નિકળેલ અને રાધનપુર રામજીમંદીર વડપાસર ચોકીપાસે વાહન ચેકીંગમાં પોલીસ હોય જૅ દરમ્યાન રાધનપુર શહેર બાજુથી રાજગઢી તરફ એક મો.સા. ચાલક પોતાનુ મો.સા. ફટાકડા ફુટે તેવા અવાજ સાથે પુરઝડપે અને ગફલતભરી રીતે માણસની જીંદગી જોખમાય તે રીતે હંકારી આવતા પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા હતા..
રાધનપુર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન શહેરમાં એક યુવક ભારે અવાજ સાથે મુખ્ય બજારના માર્ગ પર વહિકલમા ફટાકડા ફોડતા મૉ. સાઇકલ સાથે નીકળી આવતા યુવક પર પોલીસ ની બાજ નજર સામે નીકળતા પોલીસે હાય આડો કરી વ્હીકલ ઉભું રાખવા કહી યુવકને ઉભો રહેવા સારૂ ઇશારો કરતા મો.સા. ચાલક પોતાની મો.સા. યામાહા ઉભૂ રાખતાં નજીકમાંથી પોલીસ પંચ સાક્ષી બોલાવી ઉપરોક્ત હકીકતેથી વાકેફ કરી પંચોની રૂબરુમાં મો.સા.યમાહા કંપનીના ચાલકનુ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ પ્રકાશભાઈ રામા ભાઈ કમુભાઇ જાતે-ની.ઠાકોર ઉ.વ.૨૩ રહે, રાધનપુર જી.ઈ.બી પાસે તા, રાધનપુર જીલ્લો, પાટણ વાળો હોવાનું જણાવતો હોય અને પોતાની પાસેનુ મો.સા,યમાહા કંપનીનુ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારવા બાબતે પુછતા પોતે કોઇ જ સંતોષ કારક જવાબ આપેલ ન હોવાનું ફરિયાદમા ઉલ્લેખ કરાયો છે.
પકડાયેલ ઈશમ મો.સા. જૅ કંપનીનુ ચલાવતો હોય જે મો.સા.યમાહા કંપનીનુ હોય તથા પકડાયેલ ઇસમની અંગ જડતી કરતા કોઈ જ ગુન્હાહિત ચીજવસ્તુ મળી આવી નથી તથા પકડેલ મો.સા. યમાહા કંપનીનુ હતું. નામ પ્રકાશભાઇ રામાભાઇ કમુભાઈ જાતે-ની.ઠાકોર ઉ.વ.૨૩ રહે, રાધનપુર જી.ઈ.બી પા સે તા, રાધનપુર જીલ્લો, પાટણ, વાળો પોતાના કબજા ભોગવટાનુ રોયલ એનફીલ્ડ કંપનીનુ બુલેટ હોઈ જૅ પુરઝડપે અને ગફલતભરી રીતે માણસની જીંદગી જોખમાય તે રી તે હંકારી આવતા મળી આવેલ હોય જેથી આ યુવક વિરૂધ્ધમાં BNS કલમ ૨૮૧ મુજબ ધોરણસર થવા ફરીયાદ નોંધાઈ હતી.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300