ગુજરાતમાં ચારેતરફ ખનન માફિયાઓ બેફામ, ગેરકાયદેસર ખનન રોકવામાં સરકાર નિષ્ફળ : અમિત ચાવડા

ગુજરાતમાં ચારેતરફ ખનન માફિયાઓ બેફામ, ગેરકાયદેસર ખનન રોકવામાં સરકાર નિષ્ફળ : અમિત ચાવડા
Spread the love

• ગુજરાતમાં ચારેતરફ ખનન માફિયાઓ બેફામ, ગેરકાયદેસર ખનન રોકવામાં સરકાર નિષ્ફળ : અમિત ચાવડા

•”દાદાનું બુલડોઝર ખાલી ગરીબો પર ચાલે છે” ગુજરાતના ખનન માફિયા પર દાદાનું બુલડોઝર કેમ ચાલતું નથી : અમિત ચાવડા

ખનન માફિયાઓ સામેની લડાઈ કોંગ્રેસનો ધારાસભ્ય જયારે લડે, વાત ઉઠાવે ત્યારે એને ગૃહમાંથી બહાર ફેંકી દેવામાં આવે છે : અમિત ચાવડા

ગુજરાત વિધાનસભા ખાતે આજે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે વિધાનસભામાં આજે સત્રનો છેલ્લો દિવસ છે અને ગુજરાતમાં ચારે તરફ જે બેફામ ખનીજ ચોરી થઇ રહી છે, ગેરકાયદેસર ખનન થઇ રહ્યું છે એ સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદ અને મીલીભગતથી જે ખનન માફિયાઓ બેફામ થયા છે એના અનેક ઉદાહરણો એના પુરાવા આ વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમ્યાન અને ચર્ચાના જવાબોમાં મળ્યા છે.

શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કે કોંગ્રસ પક્ષના ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા દ્વારા એમના પોતાના વિસ્તારમાં ચોરવાડમાં બોક્સાઈટ ની જે રીતે બેફામ ચોરી થઇ રહી છે, ગેરકાયદેસર ખનન થઇ રહ્યું છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે એ બાબતની વારંવાર લેખિત-મૌખિક રજુઆતો પછી પણ સરકાર દ્વારા કોઈપણ પાગલ લેવામાં નથી આવતા. ગઈકાલે પણ એમની રજૂઆત અનુસંધાને મંત્રીશ્રી દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો. શ્રી વિમલભાઈએ પુરાવા પણ અધ્યક્ષશ્રીને આપ્યા તેમ છતાં સરકાર એ સ્વીકારવા તૈયાર નથી.

અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે આજે ધારાસભ્ય શ્રી વિમલ ચુડાસમા એ રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો તો નિયમોની જોગવાઈઓમાં ના હોય પણ જયારે ગેરકાયદેસર ખનન થતું હોય, સરકારી મિલકતો લુંટાતી હોય, અને મળતિયા લોકો બેફામ રીતે કોઈના પણ ડર વગર લુંટ ચલાવતા હોય તો પ્રજાના પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય વિમલભાઈ વિધાનસભામાં ના બોલે તો ક્યાં બોલે? આથી વિધાનસભમાં પોતાની રજૂઆત કરવા જતા સાર્જન્ટ દ્વારા ઊંચકીને એમને બહાર લઇ જવામાં આવ્યા. ગુજરાતમાં ચારે તરફ જે રીતે રેતીનું ખનન થાય છે, ક્યાંક ગેરકાયદેસર માટીનું ખનન થાય છે, ક્યાંક કોલસાનું ખનન થાય છે એ કચ્છ હોય, જુનાગઢ હોય, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, દાહોદ, નર્મદા હોય કે આણંદ હોય ગુજરાતનો એકપણ ખૂણો, એકપણ જીલ્લો કે તાલુકો એવો નથી કે જ્યાં ગેરકાયદેસર ખનન ના થતું હોય.
અમિત ચાવડાએ સરકાર ખાણ ખનીજ વિભાગની કામગીરીને ખુલ્લી પાડતાં જણાવ્યું કે ડબલ એન્જીનની સરકાર છે, ખાણ-ખનીજ વિભાગ છે, પોલીસતંત્ર છે તેમ છતાં ગેરકાયદેસર ખનન કેમ નથી અટકતું? એ એટલા માટે નથી અટકતું કે એના હપ્તા ” ગામથી લઈને ગાંધીનગર” સુધી પહોંચે છે. આ સરકારમાં બેઠેલા લોકોના મળતીયાઓના, એમની ભાગીદારીથી અને આશીર્વાદથી આ ધંધા ચાલે છે. આ ધંધાનો પર્દાફાશ કરવા માટે અમારા સાથી ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા જયારે ઉભા થાય તો નિયમોની જોગવાઈને આગળ કરી એમને બોલવા દેવામાં ન આવે.

શ્રી અમિત ચાવડા દ્વારા વિધાનસભાના અધ્યક્ષશ્રીને જણાવ્યું હતું કે કે કદાચ નિયમોની જોગવાઈ નહિ હોય પણ ગુજરાતમાં ગેરકાયદેસર ખનન થાય છે. સરકારની સંપત્તિ લુંટાઈ રહી છે ખનન માફિયાઓ બેફામ છે કોઈનો ડર નથી રહ્યો, અને એના માટે પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ અવાજ ઉઠાવવાની વાત કરે તો સરકારે એ વાતને સાંભળવી જોઈએ, આગળ આવવું જોઈએ, ખનન ચોરી અટકાવવી જોઈએ. પરંતુ ઉપર થી સરકારમાં બેઠેલા લોકો કહે છે કે આ તો ખોટી રજૂઆત કરે છે, મીડિયામાં આવવા માટેની વાત કરે છે એમ કરીને સાર્જન્ટ ધારસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમાને ઊંચકીને બહાર લઇ જાય એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર ખનન માફિયાઓ સામે લાચાર છે, દાદાના બુલડોઝરની વાતો ખુબ થાય છે પણ “દાદાનું બુલડોઝર ખાલી ગરીબો પર ચાલે છે”

શ્રી અમિત ચાવડા એ સરકારની નીતિ અને મનસા પર પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું કે ગુજરાતના એકપણ ખનન માફિયા પર દાદાનું બુલડોઝર ચાલતું નથી. એ જ ખનન માફિયાઓ એમ કહે છે કે અમારો હપ્તો ગાંધીનગર સુધી પહોંચે છે કોઈ મોટા ચમરબંધીની તાકાત નથી કે અમારું આ ગેરકાયદેસરનું ખનન અટકાવી શકે, અને બીજી બાજુ સરકાર એમ કહે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહિ આવે, એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારના આશીર્વાદથી, એમના મળતીયાઓની ભાગીદારીથી આ ખનન માફિયાઓ બેફામ થયા છે, ગુજરાતની સંપત્તિ લુંટી રહ્યા છે, ગુજરાતીઓના હક્કનું લુંટી રહ્યા છે, સરકારની તિજોરીને મોટું નુકસાન કરી રહ્યા છે. એટલા માટે ખનન માફિયાઓ સામેની લડાઈ કોંગ્રેસનો ધારાસભ્ય જયારે લડે, વાત ઉઠાવે ત્યારે એને ગૃહમાંથી બહાર ફેંકી દેવામાં આવે છે એ સરકારની હકીકતો આજે જનતાએ જોઈ છે.

સૌમિલ રાવલ
વિધાનસભા કોંગ્રેસ પક્ષ કાર્યાલય

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!